ગુજરાતમાં હજુ આગામી બે દિવસ કડકડતી ઠંડી યથાવત રહેશે
અમદાવાદ: પવનની દિશા બદલાઇને ઉત્તરથી દક્ષિણ ઉત્તરના પવનો શરૂ થયા છે આ સાથે ઉત્તરના બર્ફિલા ઠંડા પવનની અસર ગુજરાતના વાતાવરણ પર થઇ છે.અમદાવાદ સહિત મોટાભાગના શહેોના તાપમાનમાં ૧૫થી ૫ ડિગ્રી સુધીનો વધારો થયો છે.રાજયમાં નલિયા ૮.૪ ડિગ્રી સાતે સૌથી ઠંડુ શહેર બન્યું છે જયારે ગુજરાતમાં સતત ત્રીજા દિવસે મોટાભાગના શહેરોમાં સરેરાશ લઘુમતિ તાપમાન ૧૨ ડિગ્રીથી નીચે નોંધાયુ છે.અમાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતા ૧.૮ ડિગ્રી વધીને ૨૭.૮ અને લધુત્તમ તાપમાન ૧૩.૬ ડિગ્રી નોંધાયુ હતું પવનની દિશા બદલાઇને ઉત્તરથી દક્ષિણ ઉતરના પવનો શરૂ થયા છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ બે દિવસ દરમિયાન નલિયામાં કોલ્ડવેવ રહી શકે છે ઉત્તર ગુજરાતની સાથ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૨૪ કલાક સુધી કોલ્ડવેડની અસર જાેવા મળશે જેથી વર્તમાન ઠંડીનું મોજુ જળવાઇ રહેશે ગાંધીનગરનું લધુતમ તાપમાન ઘટી ૧૦ ડિગ્રીએ પહોંચી ગયું હતું આ સાથે ડીસામાં ૯.૬ ડિગ્રી,કંડલા ૧૦ ડિગ્રી,વડોદરામાં ૧૩.૬ ડિગ્રી,રાજકોટમં ૧૧.૫ ડિગ્રી ભુજમાં ૧૧.૨ ડિગ્રી વલસાડમાં ૧૩ ડિગ્રી તાપમાન નોંધાયુ છે.
ગુજરાતીઓના મનપસંદ પ્રવાસન સ્થળ માઉન્ટ આબુમાં તાપમાનનો પારો માઇનસ ૧.૫ ડિગ્રી પહોંચી ગયો છે.જેથી સહેલાણીઓની હાલત કફોડી બની હતી ગઇકાલે રજાના દિવસે ઠંડીની મોજ લેવા માટે સહેણાણીઓ ઉમટયા હતાં.આટલી ઠંડીમાં પણ તેમણે મજા માણી હતુ. ભારતમાં હવે ઉત્તર પશ્ચિમ અને મધ્યભાગમાં ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. દિલ્હીમાં તાપમાન ૩.૪ ડિગ્રી,હિમાચલના કિલોગમાં તાપમાન માઇનસ ૧૧ ડિગ્રી જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષને કારણે અતીશય ઠંડુ વાાવરણ છે. શ્રીનગરમાં લધુમત તાપમાન માઇનસ ૬.૨ ડિગ્રીએ પહોંચી ગયુંછે.