ગુજરાતમાં હાડ ધ્રુજવતી ઠંડીઃ અમદાવાદમાં વહેલી સવારથી ફુંકાઈ રહેલા ઠંડા પવનો
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શિયાળની ગુલાબી ઠંડી ની જગ્યાએ અત્યારે હાડધ્રુજાવતી ઠંડીનો લોકોએ અનુભવ કરી રહયો છે. ઉષ્ણાતામાનનો પારો ગગડતો જાય છે. સૌથી વધારે ઠંડી નાલિયામાં હોવાનું જાણવા મળે, હજુ ઠંડી વધશે તેવી માહિતી મળી છે.
ઉત્તરાભારતથી ઉત્તરાખંડમાં સતત હીમવર્ષા થઈ રહી છે. મકાનો રસ્તાઓ, વૃક્ષો પર બબ્બે-ત્રણ ફુટ બરફ પથરાયેલો જાવા મળે છે. સરકારી તંત્ર બરફ ખસેડી રહયો છે.
પરંતુ ભારે હિમવર્ષાને કારણે રસ્તાઓ પરનો વ્યવહાર ખોરવાઈ ગયો છે. જન-જીવન પણ ઠપ છે. કેદારનાથ તથા આજુબાજુના વિસ્તાર બરફથી છવાઈ ગયો છે.સિમલામાં હિમવર્ષા તથા કાતિલઠંડીને કારણે પ્રવાસીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. તાપણાનું સહારો લઈ લોકો ઠંડી ઉંડાડી રહયા છે. હિમાલયથી ઉત્તરાખંડ સુધીનો સમગ્ર વિસ્તારમાં બરફની ચાદર છવાઈ ગઈ છે. હાઈવે તથા અન્ય રસ્તાઓ પર બરફ છવાઈ ગયો હોવાથી ટ્રાફિક જામ થઈ ગયો છે, તથા વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે.
મળતી માહીતી મુજબ આ વર્ષે ઠંડી અત્યાર સુધીનો રેકોર્ડ તોડશે પર્વતો પર માયનસ ૧૩ ડીગ્રી ઉષ્ણતાપમાન નોધાયું છે.
ઉત્તરભારતમાં થઈ રહેલી હીમવર્ષાની અસર હવે ગુજરાતમાં પણ જાવા મળે છે. ફુંકાતા ઠંડા પવનો ને કારણે જન-જીવન ઠપ થઈ ગયું છે હવામાનની આગાહી મુજબ હજુ વધુ ઠંડી પડશે.
શહેરમાં દિન-પ્રતિદિન ઉષ્ણતાપમાન ઘટના ઠંડીનું પ્રમાણ વધવા પામ્યું છે. ઠંડા પવનો તથા ઠંડી હાડ ધ્રુજાવી રહી છે. રસ્તાઓ પર ઠંડીને કારણે ટ્રાફિક નહીવત જાવા મળી રહયો છે. અત્યારે ફરવા જતા લોકોમાં પણ ઠંડીની અસર જાવા મળી રહી છે. બગીચાઓની બહાર વેજીટેબલસુપ, ટામેટાસુપની લારીઓ પર ઘરાકી જાવા મળે છે.
ઠંડીમાં સુકામેવાથી તંદુરસ્તી વધે તેવી માન્યતા સાથે સુકોમેવો મોઘો હોવા છતાં લોકો ખરીદતાં હોય છે. કંદોઈની દુકાનોમાં સાલમપાક, મેથીપાક, ગુંદરપાક મળવા થઈ થયા છે.શહેરમાં ઠંડીનો પારો ૧ર.૯ નોધાયો છે. ગુજરાતમાં સૌથી ઓછું ઉષ્ણતાપમાન નાલિયામાં ૯.૪ ડીગ્રી નોધાયું છે. જયારે રાજકોટમાં ૧૧.૮ ભુજ ૧ર.૪ પોરબંદર ૧ર.૬ સુરત ૧૩.પ, વડોદરા ૧૪.ડીગ્રી, ભાવનગર ૧૬.પ ઉષ્ણતાપમાન નોંધાયું છે.