Western Times News

Gujarati News

ગુજરાતમાં ૧૩,૬૦૦થી વધુ બૂથ સંવેદનશીલ -ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે

(પ્રતિનિધી) ગાંધીનગર, લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. જ્યારે દેશમાં કુલ સાત તબક્કામાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યુ છે.જેમાંથી પ્રથમ તબક્કાનું મતદાન થઈ ચૂક્યુ છે. મતદાન કરવાથી કોઈ બાકી રહીના જાય તે માટે ચૂંટણી પંચે નાની બાબતોનું પણ ખાસ ધ્યાન રાખ્યુ છે.

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન ૭ મે ના રોજ થશે. જેના પગલે ગુજરાતમાં ૫૦,૭૮૭ બૂથ તૈયાર કરવામાં આવ્યા છે જે પૈકી ૧૩,૬૦૦થી વધુ સંવેદનશીલ બૂથ તૈયાર કરવામાં આવ્યા છે.

સંવેદનશીલ બૂથો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ૨૭ ટકા સંવેદનશીલ બૂથ પર ૪ એસઆરપી જવાનો હાજર રહેશે. એસઆરપીની કુલ ૧૧૨ પૈકી ૧૦ કંપનીના સશસ્ત્ર જવાનોને મતદાન મથકની સુરક્ષાનો હવાલો આપવામાં આવ્યો છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીની સરખામણીમાં ૨૦૨૪માં ૪૫૦ ક્રિટિકલ મથકો ઘટ્યા છે.

રાજ્ય ચૂંટણીપંચે ગુજરાતના સંવેદનશીલ બૂથોની સંપૂર્ણ વિગતો કેન્દ્રિય ચૂંટણીપંચને આપેલી છે અને મતદાનના દિવસે કોઈ જ ઘટના ન ઘટે તે માટે કવાયત શરૂ કરાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.