Western Times News

Gujarati News

ગુજરાતમાં ૧૩૬૦૦ એક્ટિવ કેસ, ૯૩ વેન્ટિલેટર પર, ૧૩નાં મોત

પ્રતિકાત્મક

ગુજરાતમાં ચોવિસ કલાકમાં કોરોનાના ૧૪૯૫ કેસ નોંધાયા
અમદાવાદ,  રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો ૧૪૦૦ ને પાર પહોંચ્યો હતો. જો કે હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો હોય તે પ્રકારે આંકડા ઘટી રહ્યા હતા અને એક સમયે કેસ ૧૦૦૦ની નીચે જતા રહ્યા હતા. જો કે દિવાળી સમયે અચાનક કેસોની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો હતો. આજે રાજ્યમાં નવા ૧૪૯૫ કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં ૧૧૬૭ નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ ૧,૭૯,૯૫૩ દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.

રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર ૯૧.૧૬ ટકા થઇ ચુક્યો છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ ૬૩,૭૩૯ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ ૯૮૦.૬૦ પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૭૨,૩૫,૧૮૪ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૫,૦૨,૬૮૫ વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.

જે પૈકી ૫,૦૨,૫૭૩ વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે ૧૧૨ વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૧૩,૬૦૦ એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર ૯૩ છે. જ્યારે ૧૩,૫૦૭ લોકો સ્ટેબલ છે. ૧,૭૯,૯૫૩ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૩૮૫૯ લોકોનાં મોત નિપજ્યા છે. આજે ૧૩ લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનના ૮, સુરત કોર્પોરેશન ૨, બનાસકાંઠા ૧, ગાંધીનગર ૧ અને ભાવનગરનાં ૧ વ્યક્તિ સહિત કુલ ૧૩ દર્દીઓનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.