ગુજરાતમાં ૧૯થી ૩૦ જૂન વચ્ચે ચોમાસાની એન્ટ્રી થાય તેવી શક્યતા
આંદામાન-નિકોબારમાં ચોમાસાની પધરામણી-કેરળમાં તા.૩૧ મે એ ચોમાસાનું આગમન-મધ્ય પ્રદેશમાં ૧૬થી ૨૧ જૂન પછી વરસાદ
(એજન્સી)નવી દિલ્હી, ભયંકર ગરમીથી ત્રાસેલા લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચોમાસુ ક્યારે આવશે તેની તારીખો આવી ગઈ છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે ૩૧મેએ કેરળમાં ચોમાસાનું આગમન થઈ જશે. હાલમાં નિકોબાર ટાપુઓ પર ચોમાસુ આવી ગયું છે. ગુજરાતમાં ૧૯થી ૩૦ જૂન વચ્ચે ચોમાસાની એન્ટ્રી થશે. આ દરમિયાન મધ્ય પ્રદેશમાં ૧૬થી ૨૧ જૂન દરમિયાન અને રાજસ્થાનમાં ૨૫ જૂને ચોમાસાનો પ્રારંભ થાય તેવી શક્યતા છે.
ભારતીય હવામાન વિભાગે ચોમાસાની ગતિવિધિની માહિતી આપી છે. તે અનુસાર હાલમાં ચોમાસુ અંદામાન-નિકોબાર સુધી પહોંચી ગયું છે. તે૩૧મી મે સુધીમાં ચોમાસુ કેરળ પહોંચશે. ગયા વર્ષે પણ અંદામાન અને નિકોબાર ટાપુઓમાં ચોમાસું ૧૯ મેના રોજ પહોંચ્યું હતું, પરંતુ કેરળમાં ૯ દિવસ મોડું ૮ જૂને પહોંચ્યું હતું. કેરળમાં સામાન્ય રીતે પહેલી જૂને ચોમાસાનું આગમન થતું હોય છે. પરંતુ આ વખતે તે વહેલું આવી શકે.
આ આગાહીમાં ત્રૂટીની શક્યતા પ્લસ માઈનસ ૪ દિવસ છે. એટલે કે હવામાન ખાતાએ જાહેર કરેલી તારીખથી ચાર દિવસ આગળ અથવા પાછળ ચોમાસુ આવી શકે છે. પરિણામે ચોમાસુ ૨૮મી મેથી ૩જી જૂન વચ્ચે ગમે ત્યારે પધરામણી કરી શકે છે.
હવામાન ખાતાનો ડેટા દર્શાવે છે કે કેરળમાં ચોમાસાના એન્ટ્રીની તારીખો છેલ્લાં ૧૫૦ વર્ષોમાં ઘણી વખત અલગ રહી છે. ૧૯૧૮માં ચોમાસું ૧૧ મેના રોજ સૌ પ્રથમ કેરળ પહોંચ્યું હતું, જ્યારે ૧૯૭૨માં કેરળમાં તારીખ બદલાઈ ગઈ અને ૧૮ જૂને ચોમાસુ બેઠું હતું. છેલ્લા ચાર વર્ષનો દેખાવ જોવામાં આવે તો ૨૦૨૦માં ચોમાસુ ૧ જૂને, ૨૦૨૧માં ૩ જૂને, ૨૦૨૨માં ૨૯ મે અને ૨૦૨૩માં ૮ જૂને કેરળ પહોંચ્યું હતું.
આ વખતે ભારતમાં ચોમાસામાં લા નીનાની અસર જોવા મળશે અને તેથી સારું વરસાદ રહે તેવી શક્યતા છે. ભારતમાં અલ નીનો અને લા નીના એમ બે પ્રકારની પેટર્ન છે. આગામી ત્રણથી પાંચ અઠવાડિયામાં લા નીનાની અસર પેદા થશે. અલ નીનોમાં ઓછો વરસાદ પડે છે. ૨૦૨૦થી ૨૦૨૨ દરમિયાન લા નીના અસર હતી તેથી ૯૯ ટકાથી લઈને ૧૦૬ ટકા સુધી વરસાદ થયો હતો. ભારતીય હવામાન ખાતાએ ગયા મહિને જણાવ્યું હતું કે આ વર્ષે ભારતમાં સરેરાશ ૯૭ સેમી સુધી વરસાદ પડી શકે છે. તેથી આ વખતે ભારતમાં ખેતીનો પાક બહુ સારો ઉતરે તેવી શક્યતા છે.
ગુજરાત સહિત આખા દેશમાં આ વર્ષે ગરમી રેકોર્ડ બનાવી રહી છે. આવી સ્થિતિમાં ચોમાસાનો પ્રારંભ થાય તો ગરમીમાં રાહત મળી શકે છે. અત્યારે તો ગુજરાતમાં ભયંકર ગરમી છે અને સાત શહેરોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.
આ વર્ષે ચોમાસું સામાન્ય તારીખ પહેલાં પણ કેરળમાં આવી શકે છે. જો કે કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ ૧ જૂન છે. જાહેર કરેલી તારીખમાં ૪ દિવસ વધુ કે ઓછા રહેવાની શક્યતા છે. એટલે કે ચોમાસું ૨૮મી મેથી ૩જી જૂન વચ્ચે ગમે ત્યારે આવી શકે છે.
આઈએમડીના ડેટા અનુસાર કેરળમાં ચોમાસાના આગમનની તારીખો છેલ્લા ૧૫૦ વર્ષોમાં તદ્દન અલગ રહી છે. ૧૯૧૮ માં, ચોમાસું ૧૧ મેના રોજ પ્રથમ કેરળ પહોંચ્યું હતું, જ્યારે ૧૯૭૨ માં, તે ૧૮ જૂનના રોજ સૌથી મોડા કેરળ પહોંચ્યું હતું. છેલ્લા ચાર વર્ષની વાત કરીએ તો ૨૦૨૦માં ચોમાસું ૧ જૂન, ૨૦૨૧માં ૩ જૂન, ૨૦૨૨માં ૨૯ મે અને ૨૦૨૩માં ૮ જૂને કેરળ પહોંચ્યું હતું.