ગુજરાતમાં ૨૧ મેથી કાળઝાળ ગરમીનું પ્રમાણ વધી શકે

અમદાવાદ: રાજ્યના આગામી દિવાસોમાં ગરમીમાં વધારો થઈ શકે છે હવામાન વિભાગે આગાહી કરી છે, થોડા દિવસની ઠંડક બાદ હવે ગરમીનું પ્રમાણ વધશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ૨૧ મે થી રાજ્યમાં કાળઝાળ ગરમીનું પ્રમાણ વધી શકે છે, અને રાજ્યમાં ગરમીમાં વધારો થઈ શકે છે, મહત્વનું છે વાવાઝોડાની અસરને પગલે રાજ્યનના વાતાવરણમાં પલટો આવ્યો હતો જેને કમોસમી વરસાદ અને ભારે પવન ફુંકાયો હતો..જેના કારણે સમગ્ર રાજ્યના વાતાવરણમાં પરિવર્તન આવ્યું હતું કેટલાક શહેરામાં અને જિલ્લાઓમાં પણ તેની અસર જાેવા મળી હતી. અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો.
જાે કે હવે તૌકતેવાઝોડું ડીપ ડિપ્રેશનમાંથી ડિપ્રેશનમાં ફેરવાયું છે અને ગુજરાતમાં થયેલા વાવાઝોડાને કારણે થયેલા નુક્સાનનો અંદાજ કાઢવામાં આવી રહ્યા છે, ત્યારે ગુજરાત માટે થોડા સારા સમાચાર આવ્યા છે, ગુજરાતમાં હવે સંકટ ટળ્યું છે, વાતાવરણમાં હવે સુધારો જણાઈ રહ્યો છે, શુક્રવારથી રાજ્યના તમામ જિલ્લાઓમાં તાપમાનમાં વધારો થઈ શકે તાપમાનમાં ચારથી પાંચ ડિગ્રીનો વધારો થવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
ગુજરાત પરથી તૌકતે વાવાઝોડાનું સંકટ ટળ્યું છે. ત્યારે હવે રાજ્યનાં વાતાવરણમાં બદલાવ આવશે. કાળઝાળ ગરમી ફરીથી શરૂ થશે. વાવાઝોડાની અસરને કારણે આજે ગુરૂવારે પણ સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાતનાં કેટલાક સ્થળોએ ભારે પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જ્યારે ૨૧મી તારીખે શુક્રવારે રાજ્યભરમાં શુષ્ક વાતાવરણનો અનુભવ થશે અને તાપમાનમાં વધારો નોંધાશે. વાવાઝોડાની વિદાય બાદ શુક્રવારથી રાજ્યમાં ફરીથી વધશે ગરમીનું જાેર ૨૧મી તારીખે શુક્રવારે રાજ્યભરમાં શુષ્ક વાતાવરણનો અનુભવ થશે અને તાપમાનમાં વધારો નોંધાશે.