Western Times News

Gujarati News

ગુજરાતમાં ૨૪ કલાકમાં કોરોનાના ૧૨૧૨ કેસ

ગાંધીનગર, રાજ્યમાં ૨૪ કલાકમાં કોરોનાના ૭૫૨૫૮ ટેસ્ટ કરવામાં આવતા પ્રથમવાર કોરોના પોઝીટીવનો આંકડો બીજી વાર ૧૨૦૦ને પાર થઇ ૧૨૧૨ પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિતનો આંકડો ૮૫ હજારને પાર થઈને ૮૫૬૭૮ થયો છે. રાજ્યમાં ૨૪ કલાકમાં કોરોનાને લીધે ૧૪ દર્દીના મોત થતા કુલ મૃત્યુઆંક ૨૮૮૩ થયો છે.

રાજ્યમાં આજે ૯૮૦ દર્દી ડિસ્ચાર્જ કરાતા કુલ ડિસ્ચાર્જનો આંકડો ૬૮૨૫૭ થયો છે. રાજ્યમાં આજની સ્થિતિએ ૧૪૩૨૦ કેસ એક્ટિવ છે. જેમાં ૮૫ વેન્ટીલેટર પર અને ૧૪૪૫૩ કેસ સ્ટેબલ છે.આરોગ્ય વિભાગની યાદી મુજબ કોવિડ-૧૯ના લીધે આજે ૧૪ના મોત નોંધાયા છે. જેમાં અમદાવાદમાં ૩, સુરત શહેરમાં ૩ અને ગ્રામ્યમાં૩, જુનાગઢમાં ૨,કચ્છ પાટણ અને વડોદરામાં ૧-૧ મોત નોંધાયા છે.અમદાવાદ શહેરમાં ૧૫૭ અને જિલ્લામાં ૨૨ સાથે કુલ ૧૭૯ પોઝિટિવ કેસ નોંધાયા છે આ સાથે કુલ સંક્રમિતનો આંકડો ૩૦૦૨૩ થયો છે. આજે ૩ વધુ મોત થતા ૧૬૮૦ મોત કુલ થયા છે.

સુરત શહેરમાં ૧૬૬ અને જિલ્લામાં ૭૨ સાથે કુલ ૨૩૮ કોરોનાના કેસ આજે નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતનો આંકડો ૧૮૧૭૩ થયો છે. આજે વધુ ૬ મોત નોંધાતા કુલ મોતનો આંકડો ૫૯૨ થયો છે. વડોદરા શહેરમાં ૯૪ અને જિલ્લામાં ૨૮ સાથે કુલ ૧૨૨ કેસ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતનો આંકડો ૭૦૭૭ થયો છે. આજે ૧ મોત નોંધાતા વડોદરામાં કુલ મૃત્યુઆંક ૧૧૮ થયો છે.રાજકોટમાં ૬૪ અને જિલ્લામાં ૩૫ કેસ સાથે ૯૯ કેસ નોંધાયા છે. આ સાથે સ્ક્રમિતનો આંકડો ૩૮૫૨ થયો છે. ભાવનગર શહેરમાં ૩૫ અને જિલ્લામાં ૨૩ સાથે ૫૮ કેસ નોંધાયા છે. આ સાથે ૨૩૬૫ કુલ કેસ થયા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.