ગુજરાતમાં ૨૪ કલાકમાં કોરોનાના ૧૩૧૦ કેસ
અત્યાર સુધીમાં કુલ ૭૮૯૧૩ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા જ્યારે ૩૦૩૬ લોકોનાં કોરોનાથી મૃત્યુ થયા
ગાંધીનગર, રાજ્યમાં ૨૪ કલાકમાં કોરોના ૭૮૦૭૦ ટેસ્ટ કરવામાં આવતા ૧૩૧૦ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતનો આંકડો ૯૭ હજારને પાર થઈ ૯૭૭૪૫ થયો છે. રાજ્યમાં આજે કોરોનાને લીધે ૧૪ દર્દીના મોત થતા કુલ મૃત્યુઆંક ૩૦૩૬ થયો છે. રાજ્યમાં આજે ૧૧૩૧ દર્દીને ડિસ્ચાર્જ કરાતા કુલ ડિસ્ચાર્જનો આંકડો ૭૮ હજારને પાર થઈ ૭૮૯૧૩ થયો છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસ ૧૫૭૯૬ આજની સ્થિતિએ છે જેમાં ૯૨ વેન્ટીલેટર પર અને ૧૫૭૦૪ સ્ટેબલ છે.
રાજ્યમાં અનલોક-૪ના પ્રથમ દિવસે કોરોના એ વિકરાળ સ્વરુપ બતાવતા કોરોના પોઝીટીવનો આંકડો ૧૩૦૦ ને પાર ગયો છે.રાજ્યમાં આજરોજ કોવિડ-૧૯ના કારણે કુલ ૧૪ દર્દીના મોત થયા છે. જેમાં અમદાવાદ શહેરમાં ૪, સુરત શહેરમાં ૪ અને ગ્રામ્યમાં૨, ગીર સોમનાથમાં ૧, જામનગરમાં ૧, વડોદરા શહેરમાં૧ અને ગ્રામ્યમાં૧ મોત કોરોનાને લીધે નોંધાયા છે. અમદાવાદ શહેરમાં ૧૪૫ અને જિલ્લા ૧૪ સાથે ૧૫૯ કેસ કોરોનાના નોંધાતા કુલ સંક્રમિતનો આંકડો ૩૧૬૭૮ થયો છે. આજે ૪ મોત નોંધાતા મૃત્યુઆંક ૧૭૨૦ થયો છે. સુરત શહેરમાં ૧૭૪ અને જિલ્લામાં ૧૧૫ સાથે ૨૮૯ કેસ કોરોનાના આજે નોંધાયા છે. આ સાથે સુરતમાં કુલ સંક્રમિતનો આંકડો ૨૦૯૫૭ થયો છે.
સુરત શહેરમાં આજે ૬ ના મોત થયા છે. વડોદરા શહેરમાં ૮૫ અને જિલ્લામાં ૩૬ સાથે કુલ ૧૨૧ કેસ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતનો આંકડો ૮૩૧૮ થયો છે. આજે વધુ ૧ મોત સાથે મૃત્યુઆંક કુલ ૧૩૨ થયો છે. રાજકોટ શહેરમાં ૮૯ અને જિલ્લામાં ૩૬ સાથે ૧૨૫ કેસ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતનો આંકડો ૪૯૨૭ થયો છે. જામનગર શહેરમાં ૯૭ અને જિલ્લામાં ૧૬ સાથે ૧૧૩ કેસ નોંધાયા છે. આજે વધુ ૧ મોત કોરોનાના કારણે થયા છે.SSS