Western Times News

Gujarati News

ગુજરાતમાં ૨૪ કલાકમાં કોરોનાના ૧૬ કેસ નોંધાયા

Files Photo

ગાંધીનગર, ગુજરાતમાં કોરોનાનો આંકડો ૧૦ સુધી પહોંચ્યા બાદ ફરી એકવાર તેમાં ઉછાળો આવ્યો છે. રાજ્યમાં જાે કે કોરોનાનો રિકવરી રેટ ઝડપથી સુધી રહ્યો છે. રાજ્યમાં કોવિડ ૧૯ ના ૧૬ કેસ આજે નોંધાયા છે. આ ઉપરાંત ૧૭ દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૫,૨૩૦ નાગરીકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાથી સાજા થવાના દરમાં ૯૮.૭૬ ટકાએ પહોંચ્યો છે.

જાે એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં ૧૪૯ કુલ એક્ટિવ કેસ છે. જે પૈકી ૦૫ નાગરિકો વેન્ટીલેટર પર છે. ૧૪૪ નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. ૧૦૦૮૨ નાગરિકોનાં અત્યાર સુધી કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે કોરોનાને કારણે ભાવનગરમાં ૧ નાગરિકનું મોત થયું છે. સૌથી મહત્વનું છે કે, રાજ્યનો રિકવરી રેટમાં ઝડપથી સુધારો થઇ રહ્યો છે.

રસીકરણના મોરચે સરકાર મજબુતીથી લડી રહી છે. જાે રસીકરણની વાત કરીએ તો હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૨૪ વર્કરને રસીને પ્રથમ ડોઝ તો ૪૮૫૩ વર્કર્સને રસીનો બીજાે ડોઝ અપાયો હતો.

૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૮૯૬૩૧ને રસીનો પ્રથમ ડોઝ અને ૬૦૨૧૯ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૮-૪૫ વર્ષનાં ૨૬૨૭૮૧ નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને ૧૦૮૩૧૦ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. આ પ્રકારે ૫,૨૮,૮૧૮ કુલ રસીના ડોઝ એક જ દિવસમાં અપાયા હતા. અત્યારસુધીમાં રસીના કુલ ૪,૮૨,૬૮,૫૧૪ લોકોને રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.