Western Times News

Gujarati News

ગુજરાતમાં ૪૭૭ કોરોના પોઝિટિવ કેસઃ ૩૧નાં મોત

પ્રતિકાત્મક

રાજ્યભરમાં કોરોના સંક્રમિતનો આંકડો ૨૦૫૭૪ થયો કુલ મૃતાંક ૧૨૮૦ પર પહોંચી ગયોઃ ૩૨૧ દર્દી સાજા
અમદાવાદ, ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૪૭૭ દર્દીઓ નોંધાયા હતા. આ સાથે કોરોનાથી સંક્રમીત થવાનો આંકડો ૨૦૫૭૪ પર પહોંચ્યો છે. રાજ્યમાં વધુ ૩૧ વ્યÂક્તઓના મોત વીતેલા ૨૪ કલાકમાં થતા કુલ મૃત્યુ ૧૨૮૦ થયા છે. અમદાવાદમાં આજે નવા ૩૪૬ કેસ નોંધાતા કુલ સંક્રમીતનો આંક ૧૪૬૩૧ પર પહોંચ્યો છે.

રાજ્યમાં આજે ૫૯ જણા વેન્ટીલેટર પર સારવાર હેઠળ છે. ૩૨૧ વ્યÂક્તઓ સાજા થઈને ઘરે ગયા છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વચ્ચે કોરોનાનો કેર યથાવત રહ્યો હતો. રાજ્યમાં નવા ૪૭૭ દર્દીઓ નોંધાયા હતા. જેમાં અમદાવાદમાં આજે ૩૪૬ કેસ સાથે ૨૪ દર્દીના મૃત્યુ પામ્યા હતા.

આ અગાઉ એક દિવસમાં ૩૪૯ કેસનો વિક્રમ નોંધાયો હતો. આજે રાજ્યમાં ૩૨૧ દર્દીઓએ સાજા થયા કુલ સંખ્યા ૧૩૯૬૪ થતા ૧૪ હજારની આંકડા નજીક પહોંચ્યો છે. રાજ્યમાં આજે ૩૧ વ્યÂક્તઓના કોરોનાને લીધે મૃત્યુ થયા જેમાં અમદાવાદમાં ૨૪, સુરત અને ગાંધીનગરમાં ૨, સાબરકાંઠા, પંચમહાલ અને રાજકોટ ખાતે ૧ વ્યÂક્તઓના મોત થયા હતા. આ સાથે મૃત્યુઆંક કુલ ૧૨૮૦ નોંધાયા છે. રાજ્યમાં આજે ૫૯ દર્દી વેન્ટીલેટર પર અને સ્ટેબલ ૫૨૭૧ સાથે કુલ ૫૩૩૦ દર્દી પોઝિટિવ છે.

અમદાવાદમાં ૩૪૬, સુરતમાં ૪૮, વડોદરામાં ૩૫, ગાંધીનગર, જુનાગઢ અને અરવલ્લીમાં ૪-૪, સાબરકાંઠા અને જામનગરમાં ૫-૫, સુરેન્દ્રનગરમાં ૬, નવસારી બનાસકાંઠા, ભરૂચ અને અન્ય રાજ્યમાં ૨-૨, ભાવનગરમાં ૩, મહેસાણા, કચ્છ, ગીરસોમનાથ અને અમરેલીમાં ૧-૧ નોંધાયા છે. રાજ્યમાં જુદા જુદા જિલ્લામાં ૨૧૦૪૩૮ વ્યÂક્તઓને ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. જૈ પૈકી ૨૦૩૬૨૬ વ્યÂક્તઓ હોમ ક્વોરોન્ટાઇન છે અને ૧૮૧૨ વ્યÂક્તઓને ફેસીલીટી ક્વોરોન્ટાઇન રાખવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.