ગુજરાતમાં ૫૦ પક્ષીનાં મોત સાથે બર્ડ ફ્લૂનો પગપેસરો
અમદાવાદ, ભારતમાં હજી તો કોરોના મહામારી દહેશત દૂર થઈ નથી ત્યાં વધુ એક નવી બીમારીએ દસ્તક દીધી છે. દેશમાં હવે બર્ડ ફ્લૂનો ખતરો મંડરાઈ રહ્યો છે. બર્ડ ફ્લૂના ખતરાનો પગલે ગુજરાત સહિત દેશના ૬ રાજ્યો અલર્ટ આપવામાં આવ્યું છે. હિમાચલ, મધ્ય પ્રદેશ અને કેરલમાં બર્ડ ફ્લૂ (એન૫એન૧)ના કેસ નોંધાયા છે. ત્યારે હવે ગુજરાતમાં પણ બર્ડ ફ્લૂએ પગપેસારો કર્યો હોવાની પુષ્ટી થઇ છે.
રાજસ્થાન અને ગુજરાતમાં પક્ષીઓના શંકાસ્પદ મોત થયા હતા. છેલ્લા થોડાક સમયમાં હિમાચલમાં ૨૩૦૦, મધ્ય પ્રદેશમાં ૩૦૦ અને ગુજરાતમાં ૫૦ પક્ષીના મોત નીપજ્યા હતા. બર્ડ ફ્લૂના વાયરસ ખુબ જ ખતરનાક હોય છે અને તે માણસોને પણ નુકસાન પહોંચાડી શકે છે.
ગુજરાતમાં બર્ડ ફ્લૂએ પગપેસારો કર્યો છે. જૂનાગઢના મૃત પક્ષીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. માણાવદરમાં પક્ષીઓના મોતમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જૂનાગઢમાં ૩૦૦ પક્ષીઓના સેમ્પલ લેવાયા હતા. ગુજરાતનાં પશુપાલન વિભાગે સેમ્પલ ભોપાલ મોકલ્યા હતા. જેનો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે. જે એક ચિંતાનો વિષય છે. જણાવી દઇએ કે, ગુજરાતમાં પણ બર્ડ ફ્લૂ અંગે આ પહેલા એલર્ટ અપાયું હતું. એલર્ટ બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી અને એપેડેમિક સેલની તત્કાલિન બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું. કોરોના વાયરસ સાથે વધુ એક વાયરસનો ચેપ હવે દેશમાં જાેવા મળી રહ્યો છે.
હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, કેરળ સહિત અન્ય કેટલાક રાજ્યોને એવિયન ઇન્ફ્લુએન્ઝા દ્વારા બાનમાં લેવામાં આવ્યા છે. આ ચેપને કારણે અત્યાર સુધીમાં અધધધ પક્ષીઓ મૃત્યુ પામ્યાં છે. ભોપાલની એનિમલ ડિસીઝ લેબને બર્ડ ફ્લુનાં સેમ્પલ મળ્યા બાદ રાજસ્થાન, હિમાચલ પ્રદેસનાં સેમ્પલ પોઝિટિવ આવ્યા હતા, તો કેરળ અને એમપી નાં સેમ્પલ પણ પોઝિટિવ આવતા બર્ડ ફ્લૂનો એચ૫એન૮ વાયરસ હોવાની પુષ્ટી થઇ છે. હવે ગુજરાતમાં પણ બર્ડ ફ્લૂની પુષ્ટી થઇ ગઇ છે.
એવિયન ઈન્ફલ્યુએન્ઝા અથવા એવિયન ફ્લૂને બર્ડ ફ્લૂ કહેવામાં આવે છે બર્ડ ફ્લૂ એ પક્ષીઓ દ્વારા ફેલાતો રોગ છે. ચેપગ્રસ્ત પક્ષીના સંપર્કમાં આવીને મનુષ્યને આ રોગ થઇ જાય છે પછી પક્ષી મરી ગયું હોય કે જીવંત બંનેથી રોગ ફેલાવાનું જાેખમ છે. એચ ૫ એન ૧ વાયરસ બર્ડ ફ્લૂ માટે જવાબદાર હોય છે. ચેપગ્રસ્ત પક્ષી ખાવાથી પણ આ રોગ થઈ શકે છે. જાે તમે પાણીમાં તરતા હોવ અને તે પાણીમાં કોઈ ચેપગ્રસ્ત પક્ષી પણ હોય તો તેને પણ બર્ડ ફ્લૂ થઇ શકે છે. બર્ડ ફ્લૂ એક ખાસ પ્રકારનો શ્વસન રોગનો હોય છે આ રોગ એટલો ખતરનાક છે કે તે ચેપગ્રસ્ત વ્યક્તિને પણ મારી શકે છે. આ રોગમાં ગળા, કફ, ન્યુમોનિયા, તાવ, સ્નાયુમાં દુઃખાવો જેવા લક્ષણો જાેવા મળે છે. બર્ડ ફ્લૂથી બચવાનો એકમાત્ર રસ્તો એ છે કે મરેલા અને ચેપગ્રસ્ત પક્ષીઓથી દૂર રહેવું અને જેને આ રોગ થયો છે તેનાથી અંતર રાખવું અને તંદુરસ્ત આહાર લઈને આરામ કરવો.SSS