ગુજરાતમાં ૬ હજાર કરોડનો વૉટર પ્યુરીફિકેશન બિઝનેસ
(એજન્સી) અમદાવાદ, કોરોના મહામારી બાદ હેલ્થ પ્રત્યે જાગૃતતા વધી છે જેના કારણે વૉટર પ્યુરીફિકેશનના બિઝનેસમાં ઝડપી ગ્રોેથ જાેવા મળ્યો છે. ગુજરાતનુૃ માર્કેટ સરેરાશ પ-૬ હજાર કરોડનું છે.દેશમાં વૉટર પ્યુરીફિકેશન મેન્યુફેકચરીંગમાં ગુજરાતનો હિસ્સો ૭પ ટકાથી વધુ છે.
રેસિડેન્સીયલ તથા ઔદ્યોગિક સેકટરમાં રિસાયકલીંગ, પ્યુરીફિકેશન અને ટ્રીટમેન્ટ પ્લાન્ટ લાગી રહ્યા છે. તેમ વેપટેગના પ્રમુખ આશિત દોશીએ જણાવ્યુ હતુ. વધુમાં તેઓએ ઉમેર્યુ હતુ કે અમદાવાદ આસપાસ જ ૩૦૦થી વધુ મેન્યુફેકચર્સર્ આવેલા છે જે દેશ ઉપરાંત વિદેશમાં પણ પોતાની પ્રોડક્ટ રજુ કરી રહ્યા છે.
વધતી જતી માંગને ધ્યાનમાં રાખીનેે વૉટર પ્યુરીફિકેશન એન્ડ ટ્રીટમેન્ટ અસોસીએશન ઓફ ગુજરાતે એપ્રિલ માસમાં એક્સપોનું આયોજન કર્યુ છે. જેમાંથી રર૦ થી વધુ મેન્યુફેકચરર્સ ઉપસ્થિત રહેશે. તેમજ દેશ-વિદેશમાંથી બાયર્સોની હાજરી ઇન્ડસ્ટ્રીઝને વેગ આપશે.
લેટેસ્ટ ટેકનોલોજીને પ્રદર્શિત કરવા અનેે વૈશ્વિક સ્તરે પોતાની બ્રાંડને પ્રમોટ કરવાની તક પૂરી પાડે છે. ૧૦,૦૦૦ થી વધુ મુલકાતીઓની અપેક્ષા છે.
જળ શુધ્ધિકરણ અને વેસ્ટ વૉટર ટ્રીટમેન્ટ સેક્ટરમાં પ્રવેશવા ઈચ્છતા ઈન્ડસ્ટ્રીઝ માટેનો પ્રવેશદ્વાર છે. આ એક્સપો વ્યવસાયની તકો, નેટવર્ક શેર કરવા અને નવીન જળ .કેલો શોધવાની અનન્ય તક પૂરી પાડે છે. તેમ વાઈસ પ્રેસિડેન્ટ ઋષભ સંઘવીએ જણાવ્યુ હતુ. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે ચીનના જીયો પોલીટીકલ ઈસ્યુના કારણે દેશમાંથી નિકાસ વેપારમાં વૃધ્ધી થઈ રહી છે.
બીજી તરફ ઉદ્યોગોને કાચા માલની સતત વધી રહેલી કિંમતોના કારણે નફાના માર્જીન દબાણ હેઠળ છે. છેલ્લા છ મહિનામાં ભાવ ૩પ-૪૦ ટકા સુધી વધ્યા છે.