ગુજરાતમાં ૮ મહાનગર પાલિકાની ૪૩માંથી માત્ર ૬ બેઠક કોંગ્રેસના ફાળે
અમદાવાદ,આગામી વિધાનસભાની ચૂંટણી માટે ગુજરાતમાં ત્રીપાંખીયો જંગ જામવાનો છે. ત્રણેય પાર્ટીઓએ ચૂંટણીના પ્રચારને વેગવાન બનાવી દીધો છે. મતદારોને રિઝવવા માટે ભાજપ દ્વારા અનેક યોજનાઓને લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે.
ત્યારે આમ આદમી પાર્ટી પણ શિક્ષણ અને આરોગ્ય સહિતના પ્રશ્નોને લઈને લોકો સુધી પહોંચી રહી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા મિશન શહેરી વિસ્તાર પર ફોકસ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં કોંગ્રેસના મુખ્ય કાર્યાલય પર નવ સંકલ્પ શહેરી ચિંતિન શિબિર મળી હતી.
જેમાં શહેરી વિસ્તારમાં કોંગ્રેસ કેવી રીતે મજબૂત થઈ શકે તે અંગેની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી.
અમદાવાદ કુલ ૧૬ વિધાનસભા બેઠક છે. જેમાં ભાજપ પાસે ૧૨ બેઠક અને કાૅંગ્રેસ પાસે ૪ બેઠક છે. વડોદરામાં પાંચ વિધાનસભા બેઠક માંથી ભાજપ પાસે પાંચ બેઠક અને કાૅંગ્રેસ પાસે એક પણ બેઠક નથી.
જામનગરમાં બંને બેઠક ભાજપ પાસે છે. ભાવનગરમાં પણ બંને બેઠક ભાજપ પાસે છે.રાજકોટમાં ત્રણેય બેઠકો ભાજપ પાસે છે. જૂનાગઢમાં એક વિધાનસભામાં બેઠક જે કાૅંગ્રેસ પાસે છે. ગાંધીનગરમાં કુલ બે વિધાનસભા બેઠક છે, જેમાંથી એક ભાજપ અને એક કાૅંગ્રેસ પાસે છે. સુરતમાં પણ ૧૨ બેઠકો ભાજપ પાસે છે.
હવે કોંગ્રેસ દ્વારા શહેરોમાં કોંગ્રેસને કેવી રીતે મજબૂત કરી શકાય તેનું મનોમંથન શરૂ કરવામાં આવ્યું છે. પ્રદેશ કાૅંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, સંગઠનની કામગીરી ૯૦થી ૯૫ ટકા પૂર્ણ થવા જઈ રહી છે. સંગઠન બાદ ચૂંટણીની તૈયારી થશે.
રાજકોટ વડોદરા, અને સુરત સહિત મહાનગર અમે જીતી શકતા નથી. ત્યાં કેમ કાચા પડ્યા છીએ તે સંશોધનનો વિષય છે. રાહુલ ગાંધી સાથે વિવિધ સમાજાે સાથે કેવી રીતે ડાયલોગ કરવો એ અંગે પણ ચર્ચા કરાઇ હતી. શહેરી વિસ્તારના લોકોની માનસિકતાને સમજવી જરૂરી છે.વોર્ડ લેવલથી લોકોની વચ્ચે જવાની જરૂર છે.hs3kp