ગુજરાતમાં 1 લાખ કરોડનું સોલાર એનર્જી, વિન્ડ એનર્જી ક્ષેત્રે રોકાણ કરવા આર્સેલર મિત્તલની યોજના
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની શુભેચ્છા મુલાકાતે આર્સેલર મિત્તલ ગ્રુપના ચેરમેન શ્રી લક્ષ્મી મિત્તલ
મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીની શુભેચ્છા મુલાકાત આજે ગાંધીનગરમાં આર્સેલર મિત્તલ ગ્રુપના ચેરમેન લક્ષ્મી મિત્તલ અને સી ઈ ઓ દિલીપ ઉમાને લીધી હતી.
મુખ્યમંત્રીશ્રી સાથેની આ મુલાકાતમાં તેમણે સુરતના હજીરા પ્લાન્ટ નજીક તેમના યુનિટ ના એકસપાન્સન માટે 50 હજાર કરોડ નું વધારાનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
આ ઉપરાંત તેમણે મુખ્યમંત્રીશ્રી સાથેની મુલાકાતમાં એમ પણ કહ્યું કે આવનારા દિવસોમાં સોલાર એનર્જી, વિન્ડ એનર્જી અને હાઇડ્રોજન ગેસ ઉત્પાદન ક્ષેત્રે પણ 50 હજાર કરોડનું રોકાણ તેમનું ગ્રુપ કરવાની નેમ ધરાવે છે.
આવનારા દિવસોમાં સમગ્રતયા 1લાખ કરોડ નું રોકાણ તેઓ ગુજરાતમાં કરવા ઉત્સુક છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ આ અંગે સકારાત્મક પ્રતિસાદ આપતા રાજ્ય સરકાર દ્વારા જરૂરી મદદ ની ખાતરી આપી હતી અને આ રોકાણ માટે તેમને આવકાર્યા હતા
શ્રી લક્ષ્મી મિત્તલે કોરોના કાળમાં પણ મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીના માર્ગદર્શન અને દ્વષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતે વિકાસ ગતિ અટકવા દીધી નથી અને ઉદ્યોગોને સાથે રાખીને કોરોના ના કપરા કાળ માં પણ જે કામગીરી કરી છે તેને બિરદાવી હતી.
આ શુભેચ્છા મુલાકાત વેળાએ મુખ્યમંત્રીશ્રી ના અધિક મુખ્ય સચિવ શ્રી એમ કે દાસ પણ ઉપસ્થિત રહ્યા હતા.