Western Times News

Gujarati News

ગુજરાતમાં 2019ની સરખામણીમાં HIVના પ્રસાર અને HIV સંક્રમણના દરમાં ઘટાડો થયો

વિશ્વ એઇડ્સ દિવસ 2024 

ગુજરાતમાં આ વર્ષે “ટેક ધ રાઇટ્સ પાથ: માય હેલ્થ માય રાઇટ” થીમ સાથે વિવિધ જાગરૂકતા કાર્યક્રમો આયોજિત થશે

છેલ્લા સાત મહિનામાં 22 લાખ 50 હજારથી વધુ લોકો  સુધી HIV સંબંધિત માર્ગદર્શનતપાસ અને સારવાર સેવાઓ પહોંચી

વર્ષ 2019માં HIV સંક્રમણ દર પ્રતિ 1 લાખ અસંક્રમિત વ્યક્તિઓમાં 6 વ્યક્તિથી ઘટીને વર્ષ 2023માં 4 વ્યક્તિ થયો

વિશ્વ એઈડ્સ દિવસ નિમિત્તે ગુજરાત સરકાર ગુજરાત સ્ટેટ એઈડ્સ કંટ્રોલ સોસાયટી (GSACS) અને નેશનલ એઈડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (NACO) સાથે મળીને વિશાળ જાગરૂકતા અભિયાનનું આયોજન કરશે. આ વર્ષની થીમ “ટેક ધ રાઈટ્સ પાથ: માય હેલ્થમાય રાઇટ” નો હેતુ એચઆઈવી સંક્રમિત વ્યક્તિઓના અધિકારોનું રક્ષણ કરવાનો અને તેમને સન્માનિત જીવન પ્રદાન કરવાનો છે. નોંધપાત્ર છે કે ગુજરાત સરકારે GSACS સાથે મળીને છેલ્લા સાત મહિનામાં 22 લાખ 50 હજારથી વધુ લોકો સુધી HIV સંબંધિત માર્ગદર્શનતપાસ અને સારવારની સેવાઓ પહોંચાડી છે.

આ કાર્યક્રમોમાં સમગ્ર રાજ્યમાં રેલીઓનાટકચિત્રકળાપોસ્ટરરંગોળી પ્રતિયોગિતાઓપ્રશ્નોત્તરી અને નિબંધ લેખન જેવા કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે. સાથે જસાર્વજનિક સ્થળોબસોટ્રોનો અને LED સ્ક્રીન્સના માધ્યમથી સંદેશા પ્રસારિત કરવામાં આવશે. સરકારી વિભાગોખાનગી કંપનીઓએનજીઓ અને શૈક્ષણિક સંસ્થાનોના સહયોગથી આ અભિયાનને સફળ બનાવવાના પ્રયાસો કરવામાં આવશે.

2019ની સરખામણીમાં HIVના પ્રસાર અને HIV સંક્રમણના દરમાં ઘટાડો થયો

ગુજરાત સરકાર અને ગુજરાત રાજ્ય એઈડ્સ નિયંત્ર સોસાયટીના સંયુક્ત પ્રયાસોથી રાજ્યએ HIV નિયંત્રણમાં મહત્વપૂર્ણ ઉપલબ્ધિઓ પ્રાપ્ત થઇ છે. NACOના આંકડાઓ પ્રમાણે ગુજરાતમાં અનુમાનિત વયસ્ક HIV પ્રસાર વર્ષ 2019માં 0.20%થી ઘટીને 2023માં 0.19% થઇ ગયો છે. તેવી જ રીતે, 2019માં HIV સંક્રમણ દર પ્રત્યેક 1,00,000 અસંક્રમિત લોકોમાં 6 વ્યક્તિથી ઘટીને વર્ષ 2023માં 4 વ્યક્તિ થઇ ગયો છે.

 

ઇન્ડેક્સ ટેસ્ટિંગ અભિયાન”માં નિર્ધારિત લક્ષ્ય કરતા 91,550 વધુ HIV-પોઝિટિવ લોકોને સારવાર મળી

GSACS અનુસાર 1 એપ્રિલ 2024થી 31 ઓક્ડોબર 2024 સુધી ગુજરાતમાં “ઇન્ડેક્સ ટેસ્ટિંગ અભિયાન” અંતર્ગત 91,550થી વધુ HIV-પોઝિટિવ લોકોની ઓળખ કરીને તેમને યોગ્ય માર્ગદર્શન અને તપાસ-સારવારની સેવાઓ આપવામાં આવી છે. આવી રીતે, “ઇન્ટિગ્રેટેડ હેલ્થ અભિયાન” અંતર્ગત 325 શિબિર આયોજિત કરીને HIV, ટીપીહેપેટાઇટિસ B&C અને STIની સ્ક્રિનીંગ અને ઉપચાર સેવાઓ આપવામાં આવી છે.

60 સરકારી STI નિયંત્રણ કેન્દ્રો દ્વારા 98,398 દર્દીઓને મળી તપાસ-સારવારની સેવાઓ

STI નિયંત્રણ કાર્યક્રમ હેઠળ ગુજરાતમાં કાર્યરત 60 સરકારી STI નિયંત્રણ કેન્દ્રો દ્વારા 98,398 દર્દીઓને તપાસ-સારવારની સેવાઓ આપવામાં આવી છે. તે જ રીતેરાજ્યના બેઝિક સેવા પ્રભાગમાં પણ 2600થી વધુ HIV પરીક્ષણ સુવિધાઓ ઉપલબ્ધ છેજેમાં આ સમયગાળા દરમિયાન 11,93,988 લોકોનું  HIV પરીક્ષણ કરવામાં આવ્યું. તેમાંથી 4729 (0.39%) લોકો HIV પોઝિટિવ મળ્યાજેમને યોગ્ય કાઉન્સેલિંગ અને સારવારની સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે.

આ ઉપરાંતરાજ્ય સરકારના પ્રિવેન્શન ઑફ પેરેન્ટ ટુ ચાઇલ્ડ ટ્રાન્સમિશન ઑફ HIV/AIDS કાર્યક્રમ હેઠળ 8 લાખ 96 હજારથી વધુ સગર્ભા મહિલાઓનું પણ HIV પરીક્ષણ કરવામાં આવ્યુંજેમાંથી 295 (0.03%) સગર્ભા મહિલાઓ HIV પોઝિટિવ જોવા મળી હતીજેમને યોગ્ય કાઉન્સેલિંગ અને સારવાર સુવિધાઓ પ્રદાન કરવામાં આવી.

HIVને અટકાવવા તેમજ તેની તપાસ અને સારવાર માટે ગુજરાતમાં 105 બિનસરકારી સંસ્થાઓ, 261 ICTC કેન્દ્રો અને 48 એન્ટી રેટ્રોવાયરલ થેરાપી (ART) કેન્દ્રો કાર્યરત

HIVને અટકાવવા તેમજ તેની તપાસ અને સારવાર માટે ગુજરાતમાં 105 બિનસરકારી સંસ્થાઓ અને 2 ઓપિઓઇડ સબસ્ટિટ્યૂશન થેરાપી (OST) કેન્દ્રો થકી જાગૃતિ અને અટકાયતની પ્રવૃત્તિઓ સંચાલિત કરવામાં આવી રહી છે. સાથે જરાજ્યમાં 261 ICTC કેન્દ્રો (3 મોબાઈલ વાન સહિત) અને 2400થી વધુ સ્ક્રીનિંગ કેન્દ્રોના માધ્યમથી નિઃશુલ્ક HIV પરીક્ષણની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. HIV સંક્રમિત લોકો માટે 48 એન્ટી-રેટ્રોવાયરલ થેરાપી (ART) કેન્દ્રો અને 59 લિંક ART કેન્દ્રો પર નિઃશુલ્ક દવાઓ પણ આપવામાં આવી રહી છે.

HIV અટકાવવા માટે રાજ્ય સરકારનો સંદેશ અને ઉદ્દેશ

ગુજરાત સરકાર HIV પીજિત લોકોના અધિકારોની સુરક્ષા કરવા અને તેમને થયેલા કોઈ પણ પ્રકારના ભેદભાવને સમાપ્ત કરવા માટે પ્રતિબદ્ધ છે. HIV/એઈડ્સ (નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ, 2017 અંતર્ગત રાજ્ય સરકારે આ દિશામાં ઘણા મહત્વપૂર્ણ પગલા ભર્યા છે. વિશ્વ એઈડ્સ દિવસના અવસરે રાજ્યભરમાં આયોજિત થનારા કાર્યક્રમો જાગરૂકતા વધારવા અને એક સમાવેશી સમાજનો નિર્માણ કરવાનો છે. નવા ચેપનું નિવારણજાગરૂકતાનો પ્રસાર અને ગુણવત્તાયુક્ત નિદાન પ્રદાન કરવો એ રાજ્યના મુખ્ય પ્રયાસો રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.