Western Times News

Gujarati News

ગુજરાતમાં 38.6 ટકા લોકોને બ્લડ પ્રેશરનું ખોટું નિદાન થવાનું જોખમ છેઃ સર્વે

અમદાવાદ, : ઇન્ડિયન હાર્ટ સ્ટડી (આઇએચએસ)નાં તારણો દર્શાવે છે કે, ગુજરાતમાં 19.9 ટકા ઉત્તરદાતાઓ વ્હાઇટ-કોટ હાયપરટેન્સિવ ધરાવે છે, ત્યારે 18.7 ટકા ઉત્તરદાતાઓમાં માસ્ક્ડ હાયપરટેન્શન જોવા મળ્યું હતું, જેથી લગભગ 39 ટકા લોકો ખોટું નિદાન થવાનું જોખમ (વ્હાઇટ-કોટ હાયપરટેન્શન) અને નિદાન ચુકી જવાનું જોખમ ધરાવતાં હતાં (માસ્ક્ડ હાયપરટેન્શનનાં કેસમાં). રાજ્યમાંથી કુલ 1922 વ્યક્તિઓ સહભાગી થઈ હતી, જેમાં 1183 પુરુષો અને 739 મહિલાઓ સામેલ હતી.

જ્યારે વ્યક્તિનું  બ્લડ પ્રેશર રીડિંગ ડૉક્ટરની ઓફિસમાં સાધારણ હોય, પણ ઘરે વધારે હોય, ત્યારે માસ્ક્ડ હાયપરટેન્શન હોવાનું મનાય છે. બીજી તરફ, વ્હાઇટ-કોટ હાયપરટેન્શન એટલે દવાખાનામાં જ લોકોનું બ્લડ-પ્રેશર સાધારણ સ્તરથી વધારે જોવા મળે છે. વ્હાઇટ-કોટ હાયપરટેન્સિવ્સ ખોટું નિદાન છે અને એન્ટિ-હાયપરટેન્શનની બિનજરૂરી સેવન તરફ દોરી જશે, ત્યારે માસ્ક્ડ હાયપરટેન્સિવ નિદાન ન થાય એવું બની શકે, જેથી હૃદય, કિડની અને મગજની જટિલતાઓનું જોખમ ઊભું થાય છે અને વ્યક્તિને અકાળે અવસાન તરફ દોરી જાય છે.

ઇન્ડિયન હાર્ટ સ્ટડીનાં તારણો ભારતીયોમાં માસ્ક્ડ હાયપરટેન્શન અને વ્હાઇટ-કોટ હાયપરટેન્શનનું વધારે પ્રમાણ હોવાનું જણાવે છે, જેમાં 42 ટકા ફર્સ્ટ ઓફિસ વિઝિટ (ડૉક્ટરનાં દવાખાનાની મુલાકાત)માં આ બંનેમાંથી એક સૂચવે છે. અભ્યાસમાં એવી જાણકારી પણ મળી છે કે, ભારતીયો દર મિનિટે હૃદયનાં ધબકારાનો સરેરાશ દર 80 ધરાવે છે, જે દર મિનિટે હૃદયનાં ઇચ્છિત 72 ધબકારાથી વધારે છે. અભ્યાસનું અન્ય એક ઊંડીને આંખે વળગે એવું તારણ એ છે કે, અન્ય દેશોથી વિપરીત ભારતીયોમાં સવારની સરખામણીમાં સાંજે હાઈ બ્લડ પ્રેશર જોવા મળે છે, જે ડૉક્ટર્સને એન્ટિ-હાયપરટેન્શન દવાઓનો ડોઝની સલાહ લેવાનાં સમય પર પુનર્વિચાર કરવાની ફરજ પાડે છે.

એકેડેમિક્સ એન્ડ રિસર્ચ ઓફ બત્રા હોસ્પિટલ એન્ડ મેડિકલ રિસર્ચ સેન્ટરનાં ડીન અને ચેરમેન કાર્ડિયોલોજિસ્ટ અને આઇએચએસનાં પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગરડૉ. ઉપેન્દ્ર કૌલે કહ્યું હતું કે, “ઇન્ડિયા હાર્ટ સ્ટડી ભારતમાં હાયપરટેન્શનનાં વધારે સારાં ક્લિનિકલ મેનેજમેન્ટ માટેની જરૂરિયાત તરફ ધ્યાન ખેંચે છે. આ ભારત-કેન્દ્રિત આંકડા છે અને ભારતીયોમાં હાઈ બ્લડ પ્રેશરનાં નિદાન માટે બેસ્ટ પ્રેક્ટિસને આગળ ધપાવવામાં મદદરૂપ થશે. અભ્યાસ હાયપરટેન્શનનાં વિવિધ પાસાં પર વિસ્તૃત ડેટા પ્રસ્તુત કરે છે.”

એરિસ લાઇફસાયન્સિસનાં મેડિકલ  પ્રેસિડન્ટ ડૉ. વિરાજ સુવર્ણાએકહ્યું હતું કે, “માસ્ક્ડ હાયપરટેન્શન ખતરનાક છે, જેનું નિદાન થતું નથી. સૂચિત માર્ગદર્શિકા મુજબ, વ્યક્તિએ ક્લિનિક ઉપરાંત ઘરે વ્યક્તિએ બ્લડ પ્રેશર પર નજર રાખવી જરૂરી છે. હાયપરટેન્શનનું સચોટ નિદાન આપણી આ રોગ સામેની લડાઈનું મહત્ત્વપૂર્ણ પાસું છે અને સ્વાસ્થ્ય સંબંધિત પરિણામોમાં સુધારો કરે છે.”

અપોલો સીવીએચએફ ક્લિનિકનાં કાર્ડિયોલોજિસ્ટ અને આઇએચએસનાં કો-ઓર્ડિનેટર ડૉ. સમીર દાણી કહ્યું હતું કે, “રાજ્યમાં વ્હાઇટ-કોટ અને માસ્ક્ડ હાયપરટેન્શનનાં પ્રવર્તમાન દરને જોઈને મારું માનવું છે કે, ટૂંક સમયમાં આપણે હસ્તક્ષેપ કરવાની જરૂર પડશે. વ્યક્તિને સમયસર અને સચોટ નિદાનની જરૂર છે, જેથી હાઈ બ્લડ પ્રેશર સાથે સંકળાયેલા જોખમોમાં ઘટાડો થશે. એવા કિસ્સાઓમાં છે, જેમાં દર્દીઓ દવાખાનામાં બ્લેડ પ્રેશરનું સ્તર ઊંચું જોવા મળે છે, પણ અન્ય સ્થિતિસંજોગોમાં સાધારણ હોય છે. માસ્ક્ડ હાયપરટેન્શનનાં કેસમાં એનાથી વિપરીત હકીકત જોવા મળે છે, જેમાં દર્દીઓ હોસ્પિટલમાં સાધારણ બીપી ધરાવે છે, પણ અન્ય સંજોગોમાં વધારે બીપી ધરાવે છે. કમનસીબે હાયપરટેન્શનનાં કોઈ ચિહ્નોનો પરિચય નથી, પણ આ આપણાં મુખ્ય અંગોનાં સ્વાસ્થ્ય પર ‘અજ્ઞાત’ રીતે અસર કરે છે. આદર્શ સ્થિતિમાં દર્દીઓએ ઘરે અને ડોક્ટરનાં દવાખાનામાં તેમનાં બ્લડપ્રેશર પર નિયમિતપણે નજર રાખવી જોઈએ.”

માવાણી કિડની કેરમાં કન્સલ્ટિંગ નેફ્રોલોજિસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન ડૉ. સિદ્ધાર્થ બી માવાણીએ કહ્યું હતું કે, “ડાયાબીટિસ સાથે હાયપરટેન્શન દેશમાં એનસીડી-સંબંધિત મૃત્યુનું મુખ્ય કારણ છે. અનિયંત્રિત બ્લડ પ્રેશરને કારણે કાર્ડિયોવાસ્ક્યુલર નુકસાન ઉપરાંત કિડનીને સૌથી વધુ જોખમ છે. આપણી આસપાસ કિડનીનાં અનેક દર્દીઓમાં નોંધપાત્ર વધારો થયો છે. માસ્ક્ડ હાયપરટેન્શનનું સચોટ નિદાન કરવા એમ્બ્યુલેટરી બ્લડ પ્રેશર મોનિટરિંગ (એબીપીએમ) કે ઘરે બીપીનું રીડિંગ સૌથી આદર્શ ટૂલ છે. નિયંત્રિત બ્લડ પ્રેશર અને સ્વસ્થ જીવનશૈલી આપણાં માટે એકમાત્ર વિકલ્પ છે.”

આ અભ્યાસને વિશિષ્ટતા એ છે કે, એને બ્લેડ પ્રેશર રીડિંગ્સની વિસ્તૃત પ્રક્રિયાનો ઉપયોગ કરીને ઉત્તરદાતાઓનાં‘ડ્રગ-નેઇવ’સેટ પર હાથ ધરવામાં આવ્યો હતો.  ઇન્વેસ્ટિગેટર્સેનવ મહિનાનાં ગાળામાં15 રાજ્યોમાં 1233 ડૉક્ટર્સ દ્વારા 18,918 (પુરુષો અને મહિલાઓ બંને) સહભાગીઓનાં બ્લડ પ્રેશરની ચકાસણી કરી હતી. સહભાગીઓનાં બ્લડ પ્રેશર પર સતત સાત દિવસ માટે ઘરે દિવસમાં ચાર વાર નજર રાખવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.