ગુજરાતમાં 58 ટકા લોકો સ્માર્ટફોનના પર સારા ઓડિયો અનુભવ ઈચ્છે છેઃ CMR સર્વે
ગત વર્ષમાં સ્માર્ટફોન્સ અગાઉ કરતાં પણ વધુ રોજબરોજની જીવનશૈલીનો આંતરિત બની ગયા છે. માનવી ઈન્ટરએકશન અને સોશિયલ ડિસ્ટન્સિંગની માટે આપણી જરૂર નવા નિયમો બની ચૂકી હોવાથી ઉત્તમ ગુણવત્તાના ઓડિયો સાથેના સ્માર્ટફોન્સ વહાલાજનો સાથે કનેક્ટેડ રહેવા માટે મુખ્ય સ્રોત બની ગયા છે.
અગ્રણી ટેકનોલોજી પ્રોવાઈડરો, જેમ કે, ડોલ્બી ખાસ કરીને સ્માર્ટફોન્સ ડિવાઈસીસમાં સમૃદ્ધ અને કર્ણપ્રિય અનુભવ તેમને પૂરો પાડીને ઉપભોક્તાઓની જરૂરતોને પરિપૂર્ણ કરી રહી છે.
સીએમઆરના ઈન્ડસ્ટ્રી ઈન્ટેલિજન્સ ગ્રુપના હેડ પ્રભુ રામ અનુસાર ગુજરાતના સ્માર્ટફોનના ઉપભોક્તાઓ તેમના સ્માર્ટફોન્સ પર આકાંક્ષાત્મક, સક્રિય રીતે કન્ટેન્ટ ઉપભોગ કરી રહ્યા છે અને કક્ષામાં અવ્વલ અનુભવ ચાહે છે. સ્માર્ટફોન્સની ઉપયોગિતા વધી રહી છે તેની સાથે તેઓ વધુ બહેતર અને ઉત્કૃષ્ટ ઓડિયો ગુણવત્તાની માગણી કરી રહ્યા છે. અગ્રણી ટેકનોલોજી પ્રોવાઈડરો, જેમ કે, ડોલ્બી ખાસ કરીને સ્માર્ટફોન્સ ડિવાઈસીસમાં સમૃદ્ધ અને કર્ણપ્રિય અનુભવ તેમને પૂરો પાડીને ઉપભોક્તાઓની જરૂરતોને પરિપૂર્ણ કરી રહી છે.
અગ્રણી ભારતીય ટેકનોલોજી માર્કેટ રિસર્ચ કંપની સાઈબર મિડિયા રિસર્ચ (સીએમઆર) દ્વારા આજે ગુજરાત માટે તેનો અહેવાસ સીએમઆર સ્પોટલાઈટ સર્વે 2021- ઈન્પોર્ટન્સ ઓફ ઓડિયો ઈન સ્માર્ટફોન્સ જારી કરવામાં આવ્યો હતો.
નવરાત્રિની તહેવારો દરમિયાન સીએમઆરના સર્વેમાંથી ઈનસાઈટ્સ મોટા ભાગના સ્માર્ટફોન ઉપભોક્તાઓ તહેવારોમાં તેમના વહાલાજનો સાથે વર્ચ્યુઅલી કનેક્ટ થવાને અગ્રતા આપશે એવો સંકેત આપે છે. આને કારણે તેમના સ્માર્ટફોન્સ પર ઉત્તમ સાઉન્ડ ગુણવત્તા માટે ગ્રાહકોની માગણીમાં વધારો થશે,
કારણ કે ઓડિયો માહિતી કે મનોરંજનનો ઉપભોગ કરવાનો હોયત્યારે રોમાંચક અનુભવ પૂરો પાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ગુજરાતમાં દરેક 3માંથી 2 સ્માર્ટફોન ઉપભોક્તાઓ માટે ઓડિયો ગુણવત્તા સ્માર્ટફોનની ખરીદીઓને પ્રભાવિત કરતા નવા નિયમોમાં ટોચની અગ્રતા છે.
ઘરઆંગણાની અર્થવ્યવસ્થામાં ગ્રાહકોમાં કન્ટેન્ટ ઉપભોગ અનેકગણો વધી ગયો છે. આજે વધુ ને વધુ ઉપભોક્તાઓ તેમના સ્માર્ટફોન્સ પર કન્ટેન્ટ જોઈ રહ્યા છે ત્યારે અવ્વલ ઓડિયો અનુભવ માટે માગણીમાં વ્યાપક વધારો થયો છે.
સીએમઆર સ્પોરલાઈટ સર્વે 2021- ઈમ્પોર્ટન્સ ઓફ ઓડિયો ઈન સ્માર્ટફોન્સ ભારતીય ગ્રાહકોમાં વિવિધ ઓડિયો ઉપભોગની આદતો અધોરેખિત કરે છે અને એવું બહાર આવ્યું છે કે ગુજરાતના સ્માર્ટફોનના ઉપભોક્તાઓ હવે સ્માર્ટફોન ખરીદી કરવા માટે પસંદગી કરે ત્યારે પ્રીમિયમ ઓડિયો ગુણવત્તાને ટોચની અગ્રતા આપી રહ્યા છે.
ગુજરાતમાં સર્વેનાં અમુક મુખ્ય તારણો નીચે મુજબ છેઃ
• પ્રીમિયમ અનુભવની ચાહતઃ ગુજરાતના 84% સ્માર્ટફોન ઉપભોક્તાઓ તેમના સ્માર્ટફોન્સમાં તેમની મુવી અને મ્યુઝિકના અનુભવને નવી ઊંચાઈએ લઈ જવા માટે ડોલ્બી એટમોસ જેવી વિશ્વસનીય ઓડિટો ટેકનોલોજીઓને અગ્રતા આપે છે.
• ઓડિયો રાજા છેઃ સ્માર્ટફોન ઉપભોક્તાઓ માટે ઓડિયો તેમની જીવનશૈલીનો આંતરિક ભાગ છે, જે તેમને ભાવનાત્મક શક્તિ આપે છે અને તેમના ઉચ્ચ ડિજિટલ ભારથી તેમને છુટકારો આપે છે.
• ગુણવત્તાયુક્ત ઓડિયો ગ્રાહકોને નજીક લાવે છેઃ 77 ટકા પ્રતિવાદીઓને લાગે છે કે શેર્ડ ઓડિયો અનુભવ થકી મિત્રો અને પરિવાર સાથે વધુ કનેક્ટેડ છે.
• મુવીઝ (76%), એપિસોડિક કન્ટેન્ટ (68%) અને ઉપભોક્તાએ ઊપજાવેલી કન્ટેન્ટ (68%) સ્માર્ટફોન્સ પર ટોચના ત્રણ અગ્રતાના કન્ટેન્ટ પ્રકાર છે.
• ગુણવત્તા મહત્ત્વપૂર્ણ છેઃ ગુજરાતમાં 58% સ્માર્ટફોન ઉપભોક્તાઓ કન્ટેન્ટમાં ઊંડાણ અને બારીકાઈ પ્રદાન કરતો વધુ રોમાંચક અને ઉત્તમ સ્માર્ટફોન ઓડિયો અનુભવ આપે એવું ચાહે છે.
ભારતમાં સ્માર્ટફોન બજાર અદભુત ગતિથી વધી રહી છે. વર્ષો વીતવા સાથે મોબાઈસ ફોન્સ મહત્ત્વપૂર્ણ ડિવાઈસ તરીકે ઊભરી રહ્યા છે, જે ઉપભોક્તાઓને એકબીજા સાથે વાર્તાલાપ કરવા અને ટેકનોલોજી અપનાવવા માટે ભૌગોલિક અવરોધો અને સામાજિક – આર્થિક સ્થિતિઓમાંથી બહાર આવવામાં મદદરૂપ થઈ રહ્યા છે. આજના ગ્રાહકો જ્યાં પણ જાય ત્યાં પ્રીમિયમ, રોમાંચક અનુભવ માણવા માટે તેમના સ્માર્ટફોન્સ વિશે વધુ જાગૃત છે અને ઓડિયો ગુણવત્તા માગે છે.