Western Times News

Gujarati News

ગુજરાતમાં 80+ ખાનગી બસ ઑપરેટર્સ સાથે રેડબસ આંતર-રાજ્ય બુકિંગ શરુ કર્યુ

અમદાવાદ, ભારતના અગ્રણી ઑનલાઈન બસ ટિકિટિંગ મંચ, રેડબસે ગુજરાતમાં પોતાના મંચ પર 80+ ખાનગી બસો સાથે પોતાની સેવા ફરીથી શરુ કરવાની જાહેરાત કરી છે, આમ આના દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભુજ જેવા શહેરોને જોડતા આશરે 5000 જેટલા આંતર-રાજ્ય રુટ્સ ખૂલ્લા થયા છે.

 લૉકડાઉન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી આંતર-રાજ્ય પ્રવાસ કરવા માટે બેચેનીપૂર્વક રાહ જોઈ રહેલા હજારો પ્રવાસીઓની ઈંતેજારીનો અસરકારક અંત આ આંતર-રાજ્ય બસસેવા ફરીથી શરુ થવાને કારણે આવવાનો છે. આશરે 630+ ખાનગી બસો હવે આ રુટ્સ પર દોડતી થશે અને તેમની રોજિંદી ક્ષમતા 14000+ બેઠકોની હશે, હજારો લોકો વહેલામાં વહેલી તકે કામ પર પાછા ફરવાની આશા રાખી રહ્યા હોવાથી, મોટા શહેરોમાં જવા માટેની માગ ઊંચી રહેવાની આશા રખાય છે.

ચોક્કસ બસ રુટ્સ ખૂલવા અંગેની મૂંઝવણ-ગુંચવણમાંથી પ્રવાસીઓને બહાર કાઢવા માટે, રેડબસે હાલમાં જ પોતાના મંચ પર પ્રી-રજિસ્ટ્રેશનની સુવિધા રજૂ કરી હતી. પોતાના ઇચ્છિત રુટ ક્યારે ખુલે છે એના પર નજર રાખવાની છૂટ આ સુવિધા વપરાશકર્તાઓને આપે છે, અને આના માટે રુટની સાથે ફોન નંબર અને ઈમેઈલ આઈડી જેવી મૂળભૂત માહિતી આપવાની રહે છે. એ પછી જ્યારે પણ રેડબસ પર તેમના ઇચ્છિત રુટ પરની બસ ઉપલબ્ધ થશે ત્યારે વપરાશકર્તાઓને એ વિશેની જાણકારી તેમને આપવામાં આવે છે. દસમી જૂન સુધીમાં, દેશભરમાંથી આશરે 6.5 લાખ ગ્રાહકોએ પ્રી-રજિસ્ટ્રેશન ફીચરનો ઉપયોગ કર્યો છે.

રેડબસે ‘સૅફ્ટી+’ પણ લૉન્ચ કર્યું છે, આ અનોખું પ્રમાણપત્ર એવા બસ ઑપરેટર્સને અપાય છે, જેઓ સલામતી અને સ્વચ્છતા માટેના સર્વોચ્ચ ધોરણો ધરાવતા હોય. આ પ્રમાણપત્ર ધરાવતા ઑપરેટર્સને રેડબસ ટિકિટિંગ મંચ બસની યાદીની બાજુમાં સૅફ્ટી+ ટૅગ દ્વારા દર્શાવે છે, આમ ગ્રાહકોને આવા ઑપરેટર્સ અને બસોની પસંદગી કરવા માટે સમર્થ બનાવે છે.

‘સૅફ્ટી+’ હેઠળ જે બસો નોંધવામાં આવે છે તેમાં નીચેની બાબતો હોવાની ખાતરી હોય છેઃ

  • દરેક ફેરા પહેલા અને પછી બસની ત્રણ-પગલાંની ઊંડી સફાઈ
  • દરેક બસમાં હૅન્ડ સેનિટાઈઝરની સુવિધા
  • ડ્રાઈવરો અને તેમના હૅલ્પરો માટે ફરજિયાત માસ્ક
  • દરેક ફેરા પહેલા ડ્રાઈવર અને તેમના હૅલ્પરનું થર્મલ સ્કૅનિંગ
  • દરેક પ્રવાસીનું થર્મલ સ્કૅનિંગ
  • દરેક ફેરા માટે બધા પ્રવાસીઓ પાસે પોતાનું વ્યક્તિગત સુરક્ષા માસ્ક હોય તેની તકેદારી
  • સાવચેતીનાં પગલાં રૂપે ઓછાડ કે ચાદર નહીં અપાય
  • તમામ બુકિંગ ચેનલ્સ માટે ફોન નંબર ફરજિયાત હોવાથી દરેક ગ્રાહકને શોધી શકવાની પૂરી ખાતરી
  • સરકાર દ્વારા ઈન્ટરસિટી બસ પ્રવાસના સંબંધમાં જારી કરવામાં આવેલી તમામ માર્ગદર્શિકાઓનું 100 % પાલન

પ્રવાસીઓને જવાબદારીપૂર્વક અને સલામત અને તકલીફ-મુક્ત થઈ પ્રવાસ માટે પ્રોત્સાહિત કરવા રેડબસે પ્રવાસીઓ માટે પણ માર્ગદર્શિક ઘડી કાઢી છે. આ માર્ગદર્શિકા સુરક્ષિત બસ પ્રવાસની ખાતરી રહે એ માટે તૈયાર કરવામાં આવી છે. પ્રવાસીઓ માટેની માર્ગદર્શિકામાં સમાવિષ્ટ પગલાંમાંથી કેટલાંક અહીં નીચે આપ્યાં છેઃ

  • તમારી તબિયત હાલમાં નાદુરસ્ત હોય તો પ્રવાસ ન કરવો
  • માસ્ક પહેરવું એ દરકે પ્રવાસી માટે ફરજિયાત છે
  • માસ્ક વિનાના તથા તાવ, ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો ધરાવતા પ્રવાસીઓને બસમાં ચડવા નહીં દેવાય
  • છીંકતી કે ખાંસતી વખતે પ્રવાસીઓએ ટિશ્યુનો ઉપયોગ કરવો જરૂરી છે
  • પ્રવાસી પાસે ટિશ્યુ ખતમ થઈ ગયા હોય તો તેમણે હાથમાં નહીં પણ કોણીના ભાગમાં છીંકવું જોઈએ
  • તમારું પોતાનું હૅન્ડ સેનિટાઈઝર સાથે રાખો
  • તમારા પોતાના તકિયા, ઓછાડ અને ચાદર સાથે રાખો, બસ ઑપરેટર આમાંથી કશું જ પૂરું નહીં પાડે
  • આરોગ્ય સેતુ ઍપ ઈન્સ્ટૉલ કરી તેનો ઉપયોગ કરવાનું સૂચન તમને કરવામાં આવે છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.