ગુજરાતમાં BU પરમિશન વિનાના બિલ્ડિંગોને રાહત
રાજ્યની આઠ મહાનગરપાલિકા અને નગરપાલિકાના વિસ્તારોમાં મ્ેં પરમિશન ન હોય તો કાર્યવાહી થશે નહીં
અમદાવાદ, બાંધકામના માપદંડોનું પાલન ન કરનારા અને પોતાના બિલ્ડિંગ માટે હજી સુધી બીયુ (બિલ્ડિંગ યુસેજ) પરમિશન ન મેળવનારાઓ માટે રાહતના સમાચાર છે. ગુજરાત સરકારે ઓછામાં ઓછી ૩૧ માર્ચ ૨૦૨૨ સુધીની રાહત આપી છે.
કોરોના મહામારી દરમિયાન સરકાર પર કામનું ખૂબ ભારણ છે અને આ મુશ્કેલ સમયમાં સામાન્ય જનજીવનમાં ખલેલ ના પહોંચાડવા માગતા હોવાના દાવા સાથે રાજ્ય સરકારે બીયુ પરમિશન ન ધરાવતા બિલ્ડિંગોને રાહત આપી છે.
કોરોનાની પરિસ્થિતિ રહે ત્યાં સુધી રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે. કોરોના મહામારી શરૂ થતાં એપિડેમિક રેગ્યુલેશન્સ ૧૩ માર્ચ ૨૦૨૦થી લાગુ કરવામાં આવ્યા હતા અને ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ સુધી અમલમાં રહેશે.
મતલબ કે, બીયુ પરમમિશન વિનાના બિલ્ડિંગો સામે ઓછામાં ઓછી ૩૧ માર્ચ ૨૦૨૨ સુધી કોઈ જ શિક્ષાત્મક કાર્યવાહી નહીં કરવામાં આવે. આઠ મહાનગરપાલિકા ઉપરાંત તમામ નગરપાલિકા સહિતના વિસ્તારોમાં આ રાહત અપાશે. જાેકે, લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને સરકાર ફાયર સેફ્ટીના મામલે કોઈ બાંધછોડ નથી કરવા માગતી તેવો પણ ઉલ્લેખ પરિપત્રમાં કરવામાં આવ્યો છે.
શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરીએ કહ્યું, કોરોના મહામારીની અસર અને આ સમયગાળામાં જીડીસીઆરના માપદંડોના અમલમાં મુશ્કેલીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે માર્ચ ૨૦૨૨ સુધી કોઈ જ કાર્યવાહી ન કરવાનો ર્નિણય કર્યો છે.
જેથી લોકોને માપદંડોને અનુસાર કામ કરાવી લેવાનો સમય મળી રહે. અહીં નોંધનીય છે કે, સરકારે સેફ્ટીને ધ્યાનમાં રાખીને માપદંડોમાં કોઈ રાહત નથી આપી માટે તેમાં બાંધછોડ નહીં ચાલે પરંતુ વધુ સમય આપ્યો છે જેથી નિયમ મુજબનું કામ કરાવી લેવાય. જણાવી દઈએ કે, ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકારે આ ર્નિણય કર્યો છે. ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી કરવા અને તેના માટે ચોક્કસ નીતિનો અમલ કરવાનો આદેશ હાઈકોર્ટે સરકારને આપ્યો હતો.
ત્યારબાદ રાજ્ય સરકારના હાઈકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજી બાદ રાજ્યમાં અમદાવાદ સહિતના તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરપાલિકાના વિસ્તારોમાં બીયુ પરમિશન ના ધરાવતા બિલ્ડિંગો સીલ કરવામાં આવ્યા છે.