Western Times News

Gujarati News

ગુજરાતીઓએ શરૂ કરેલા PPE કિટના ધંધામાં પણ મંદી આવી

પ્રતિકાત્મક

દેશમાં પીપીઈ કિટના ઉત્પાદનમાં તીવ્ર વૃદ્ધિ થઈ તેની સામે સ્થાનિક ઓર્ડર્સ ઓછા
અમદાવાદ,  કોવિડ-૧૯ સામેની લડત લડતા કોરોના વોરિયર્સની સુરક્ષા કરતા પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ (પીપીઈ) કિટના ઉત્પાદન તરફ વળેલા ગુજરાતના ગાર્મેન્ટ યુનિટો હવે ઓછી માંગની સ્થિતિનો સામનો કરી રહ્યા છે અને અનેક યુનિટોમાં તેનું ઉત્પાદન અટકી ગયું છે. લગભગ ૫૦ ટકા જેટલા યુનિટો પાસે પીપીઈ કિટના ઓર્ડર નથી તેથી તેમણે કામ અટકાવ્યું છે.

રાજ્યનો ગાર્મેન્ટ ઉદ્યોગ માને છે કે દેશ પીપીઈ કિટ મુદ્દે આત્મનિર્ભર બની ગયો હોવાથી હવે તેની નિકાસની પણ છૂટ આપવી જાઈએ જેથી ઉત્પાદન ચાલુ રાખી શકાય. એસોસિયેશન ઓફ એપેરલ મેન્યુફેક્ચરર્સ એન્ડ એક્સપોર્ટર્સ ઓફ ગુજરાત (આમેગ)ના પ્રમુખ અભય શાહે જણાવ્યું હતું કે, “હાલમાં અનેક ઉત્પાદકોએ પીપીઈ કિટ ઉત્પાદન અટકાવ્યું છે કારણ કે પૂરતા ઓર્ડરનો અભાવ છે. જા સરકાર દ્વારા પીપીઈ કિટના નિકાસની મંજૂરી મળે તો રાજ્યના ઉત્પાદકો અનેક દેશોમાં તેની નિકાસ કરશે.”

અન્ય એક કંપનીના ડિરેક્ટર શાલિન શાહે જણાવ્યું હતું કે, “અમે પીપીઈ કિટ માટેના ખાસ મશીન પણ આયાત કર્યાં છે અને દૈનિક ૨,૦૦૦ પીપીઈ કિટનું ઉત્પાદન કરતા હતા. જાકે, દેશમાં પીપીઈ કિટના ઉત્પાદનમાં તીવ્ર વૃદ્ધિ થઈ છે અને તેની સામે સ્થાનિક ઓર્ડર્સ ઓછા છે તેથી અનેક ગાર્મેન્ટ કંપનીઓમાં પીપીઈ કિટનું ઉત્પાદન અટકી ગયું છે. ૨૦ દિવસથી અમે પીપીઈ કિટ સ્ટિચિંગ કામગીરી અટકાવી દીધી છે. સરકાર પીપીઈ કિટની નિકાસ માટે મંજૂરી આપે તો યુએસએ, યુરોપ અને અન્ય એશિયન દેશોના સારા નિકાસ ઓર્ડર્સ મળી શકે છે. એકમે ક્લોધિંગમાં પીપીઈ કિટ ઉત્પાદન અટક્યું છે

ત્યારે એ જ ગ્રૂપની એકમે ઈન્ટરનેશનલે ૩૫ કરોડની પીપીઈ કિટ ચીનથી યુએસએ નિકાસ કરી હતી. અએક કેપનીના એમડી રાહુલ શાહે જણાવ્યું હતું કે, “પીપીઈ કિટની નિકાસ પર પ્રતિબંધ હોવાથી અહીં ઉત્પાદન લગભગ અટકી ગયું છે અને ચીન તેનો લાભ લઈ રહ્યું છે. ભારતીય ઉત્પાદકો પીપીઈ કિટમાં ચીન સાથે સ્પર્ધા કરવા સક્ષમ છે પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં આપણે સપ્લાય કરી શકતા નથી.

સરકારે પીપીઈ કિટની નિકાસની મંજૂરી આપવી જાઈએ. ફેબ્રિક માસ્ક માટે સરકારે તાજેતરમાં મંજૂરી આપ્યા બાદ ભારતીય ઉત્પાદકો યુએસ અને યુરોપ સહિતનાં બજારોમાં માસ્કની નિકાસ કરી રહ્યા છે.” અમદાવાદમાં અનેક ગાર્મેન્ટ યુનિટોએ પીપીઈ કિટ ઉત્પાદન શરૂ કર્યું હતું. રેગ્યુલર ગાર્મેન્ટ્‌સના ઓર્ડરના અભાવમાં પીપીઈ કિટ ઉત્પાદનમાં સારી તક જાવા મળી હતી તેથી અનેક ઉત્પાદકોએ તેમાં ઝંપલાવ્યું હતું. એપ્રિલ મહિનામાં એક પીપીઈ કિટ સરેરાશ ૮૦૦-૧,૦૦૦ના ભાવે વેચાતી હતી જ્યારે હવે એ ભાવ ઘટીને ૪૦૦-૬૦૦ થઈ ગયો છે.

એક કંપનીના એમડી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, “જે ઉત્પાદકોએ યોગ્ય ડિસ્ટ્રિબ્યુશન વ્યવસ્થા સાથે કામ કર્યું છે તેમને પીપીઈ કિટના ઓર્ડર મળી રહ્યા છે. અમે દૈનિક ૧,૫૦૦-૨,૦૦૦ પીપીઈ કિટનું ઉત્પાદન કરીએ છીએ અને સમગ્ર દેશમાં વિવિધ રાજ્યોમાં તે સપ્લાય થાય છે. જાકે, સરકાર હવે તેની નિકાસ માટે મંજૂરી આપે તે જરૂરી છે.”

ગુજરાત ગાર્મેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન (જીજીએમએ)ના પ્રમુખ વિજય રોહિતે જણાવ્યું હતું કે, “શરૂઆતના સમયમાં અનેક ગાર્મેન્ટ ઉત્પાદકોએ પીપીઈ કિટ ઉત્પાદન શરૂ કર્યું હતું પરંતુ હાલમાં કારીગરો પણ જતા રહ્યા છે અને માગ કરતાં પુરવઠો વધી ગયો છે. જે લોકો પીપીઈ કિટ બનાવતા હતા તેમાંથી ૫૦ ટકા જેટલા ઉત્પાદકોએ કામ બંધ કરી દીધું છે. હાલ વિશ્વમાં અનેક નવા દેશોમાં કોરોના ફેલાઈ રહ્યો છે, તેના કારણે નિકાસ મોરચે અનેક નવી તક સર્જાઈ શકે છે અને તે માટે સરકારે હવે ભારતથી પીપીઈ કિટની નિકાસ માટે મંજૂરી આપવી જાઈએ.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.