ગુજરાતીઓના દાંડિયા નહીં રમાય, પરંતુ તલવાર ઉડશે- શિવસેના
મુંબઈ, રાજકીય ઉથલપાથલ વચ્ચે સીએમ ઉદ્ધવ ઠાકરે કોરોનાથી સંક્રમિત થયા છે. શિવસેના સાંસદ સંજય રાઉતે તેમની સરકાર વિધાનસભા ભંગ તરફ આગળ વધી રહી હોવાના સંકેત આપ્યાં છે.આ અંગે તેમણે ટિ્વટ કર્યું છે. બીજી તરફ શિવસેનાએ મુખપત્ર સામનામાં લખ્યું છે કે ગુજરાતમાં દાંડિયા રમનારા સમજજાે, મહારાષ્ટ્રમાં તલવાર ઉડશે, એક રીત તેમને ગુજરાતી નેતાઓને ચીમકી આપી છે.
આજે સવારે મહાષ્ટ્રાના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી પણ કોરોનાથી સંક્રમિત થયા છે. જેથી તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ભગતસિંહ HN Reliance હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થઈ ગયા છે. મુખ્યમંત્રી અને રાજ્યપાલ બંને એક સાથે કોરોનાથી સંક્રમિત થયા છે.
રાજકીય સંકટ વચ્ચે ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ તેમનું ટિ્વટર બાયો બદલ્યું છે,તેમણે તેમના ટિ્વટર એકાઉન્ટમાંથી મંત્રી પદની વિગતો હટાવી દીધી છે.એનસીપી પ્રમુખ શરદ પવાર અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ગૃહ વિભાગથી ખૂબ નારાજ છે. ગૃહ વિભાગના સૂત્રો મુજબ, રાતોરાત આટલા ધારાસભ્યો મુંબઈથી બીજા રાજ્યમાં શિફ્ટ થઈ ગયા અને ગૃહ વિભાગને તેની જાણ પણ ન થઈ તે કેવી રીતે બને.HS2KP