Western Times News

Gujarati News

ગુજરાતી નાટકો હવે ગમે ત્યારે એક ક્લિક માત્રથી ઓનલાઈન જોઈ શકાશે

ગુજરાતી નાટકોને અમર બનાવવા શેમારુમીની નવતર પહેલ

કદાચ પહેલા ક્યારેય કોઈ બ્રાન્ડ દ્વારા આ પહેલ કરવામાં આવી નથી. નાટક સમાજ માટે એક અરીસો-દર્પણ માનવામાં આવે છે. નાટકમાં આપણી સંસ્કૃતિની ઝલક હોય છે અને સમાજ ઉપયોગી મેસેજ તેના દ્વારા આપવામાં આવે છે.

“શેમારૂ” એક એન્ટરટેઈનમેન્ટ કંપની છે, જેના મુળ ગુજરાત સાથે પણ જોડાયેલા છે.  “શેમારૂ” વર્ષોથી કલા સ્વરૂપને પ્રોત્સાહન આપતી આવી છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય, થીયેટર કલ્ચરને પ્રોત્સાહન આપવાનો છે. આજના આ આયોજન દ્વારા એક જ છત નીચે ગુજરાતી મનોરંજનના સૌથી મોટા અને લોકપ્રિય કલાકારો એકઠા થયા છે. આજનો કાર્યક્રમ ગુજરાત્તી નાટ્ય કલા સ્વરૂપને વધુ લોકો સુધી પહોંચાડવાનો એક પ્રયાસ છે.

શેમારૂ”ના સી.ઈ.ઓ. હિરેન ગડાએ કહ્યું કે, નાટક રસીક પ્રેક્ષકોને મનોરંજન પીરસવાનો આ અનોખો પ્રયાસ છે. ગુજરાતી નાટકોને અમર બનાવવા શેમારુમીની આ નવતર પહેલ છે. ગુજરાતી નાટકો હવે ગમે ત્યારે એક ક્લિક માત્રથી જોઈ શકાશે.

અમારો ધ્યેય ગુજરાતી દર્શકોને વૈવિધ્યસભર નાટકો સાથે લાગણી અને પ્રેમથી જોડવાનો છે. અમે વર્ષોથી થીયેટર આર્ટ ફોર્મને જાળવી રાખવામાં અને તેને પ્રચલિત કરવામાં અગ્રેસર રહ્યા છીએ. ૨૫૦થી વધુ નાટકોની અમારી વિશાળ લાઇબ્રેરી તેનો પુરાવો છે. નાટકોનું ડીજીટલ આર્ટ ફોર્મ આજે વૈશ્વિક સ્તરે સ્વીકારવામાં આવ્યું છે તે જોઈને મને આનંદ થાય છે.

અમારી સાથે  અમને અમારા આ પ્લેટફોર્મ થકી અનેક શુભેચ્છા, પ્રેમ અને લોકોના આશીર્વાદ મળ્યા છે. તાજેતરમાં જ અમારા પ્લેટફોર્મ પરથી ગુજરાતી મૂવીના વર્લ્ડ પ્રીમિયમ શો અને ફિલ્મો રીલિઝ થઈ છે જેમાં તાજેતરમાં જ “સ્વાગતમ્”, “શું થયું”, “ચાસણી” જેવી ફિલ્મો

વાતવાતમાં,   અનનોન   ટુ નોન, જેવી વેબ સીરીઝ રીલીજ થઈ છે.

ગુજરાતી ફિલ્મ જગત અને નાટક ક્ષેત્રે જાણીતા અદાકાર સિદ્ધાર્થ રાંદેરિયાએ કહ્યું કે,” મને એ વાતની ખુશી છે કે, ભારતના સૌથી લોકપ્રિય ઓટિટી પ્લેટફોર્મ એવું “શેમારૂમી” નાટકાના પ્રભુત્વને જાળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમણે નાટકની વિશાળ શ્રેણી રજૂ કરીને પ્રેક્ષકો માટે શ્રેષ્ઠ મનોરંજન લાવવામાં કોઈ કસર છોડી નથી.

તેજલ વ્યાસે વધુમાં જનાવતા કહ્યું હતું કે, “હું ઘણી ઉત્સુક છું કે “શેમારૂમી” દરેક નાટકનું મૂળ સ્વરૂપ અને તેનું મહત્વ પહોંચે તેની જવાબદારી ઉપાડી લીધી છે. “શેમારૂમી” જે કામ અને પ્રયત્નો કરી રહ્યા છે તેનો મોટો પ્રતિસાદ અને પ્રશંસા મળશે.”

કેતકી દવેએ જણાવ્યું કે, “શેમારૂમી ગુજરાતી મનોરંજનની દુનિયામાં બાદશાહ છે, તે તેના કન્ટેન્ટથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરવાનું ક્યારેય ચૂક્યું નથી. અમારા અભિનયને પ્રદર્શિત કરવા અને અમારી કલાને લોકપ્રિય બનાવવા માટે જે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું એ બદલ શેમારૂમીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું.”

ધર્મેશ વ્યાસે જણાવ્યું કે, “ગુજરાતીમાં ઉચ્ચ ગુણવત્તાસભર કન્ટેન્ટ માટે “શેમારૂમી”  વન સ્ટોપ ડેસ્ટિનેશન રહ્યું છે અને તે લોન્ચ થયું ત્યારથી જ હું તેનો મોટો ફેન રહ્યો છું. આ પહેલ ગુજરાતી સમાજ માટે લાભદાયક છે.”

પ્રતિમા ટી એ જણાવ્યું કે, “પ્રેક્ષકોમાં ગુજરાતી નાટકો અંગેની માંગને સમજી તેના પર ભાર મૂકવા બદલ હું “શેમારૂમી”ની આભારી છું.

સંજય ગોરાડિયાએ કહ્યું કે, હું “શેમારૂમી” પરિવારનો ભાગ બની આનંદ અનુભવી રહ્યો છું. મને ખાતરી છે કે આ પ્લેટફોર્મ થકી પ્રેક્ષકોનો વિશાળ સમૂહ થીયેટરનો આનંદ ઘરે બેઠા જ માણી શકશે અને આ ડીજીટલ મેજિકના સાક્ષી બનશે.”

“શેમારૂમી”ના ડીજીટલ પ્લેટફોર્મ પર નાટકોના વિશાળ તારામંડળમાંથી અમુખ ચુનિંદા અને જાણીતા નાટકોના નામ અત્રે પ્રસ્તુત છે. “સુંદર બે બાયડીવાળો  “, “ગુજ્જુભાઈ બન્યા દબંગ”, “અમારો પરિવાર સ્ટાર પરિવાર”, “ગુજ્જુભાઈની ગોલમાલ”, “માલતીબેન એમ બી બી એસ” “મણિબેન.કોમ”, “જોક સમ્રાટ”, “વાર લાગી થોડી પણ જમી ગઈ જોડી”, “ગુજ્જુભાઈએ ગામ ગજવ્યું”, “આ નમો બહુ નડે છે”, “મારી વાઇફ મેરિકોમ”, “વહું વટનો કટકો”, “જેનું ખિસ્સુ ગરમ એમની સામે સહુ નરમ”, “બૈરી મારી આતંકવાદી”, “દીકરો તો વહુંની થાપણ કહેવાય”.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.