ગુજરાતી ફિલ્મ નાયિકા દેવી કરમુક્ત જાહેર કરાઇ

ગાંધીનગર ,ગુજરાતી ફિલ્મ નાયિકા દેવી ગુજરાતના સિનેમાગૃહો દ્વારા આ ફિલ્મ પ્રદર્શિત કરવા બદલ ચૂકવાયેલા કરનું વળતર તેમને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતી ચલચિત્ર નાયિકા દેવીને રાજ્ય સરકારની ફિલ્મ પ્રોત્સાહન નીતિના મળવાપાત્ર થતા લાભો આપવાની જાહેરાત કરી છે.
આ ફિલ્મના પ્રદર્શન બદલ જે-તે સિનેમાગૃહ દ્વારા ચૂકવવામાં આવતા SGSTની પરત ચુકવણી તેમને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. આ માટે સિનેમાધારકે ‘આ ફિલ્મ કરમુક્ત છે’ તેવું સ્પષ્ટ દર્શાવવાનું રહેશે. તેમજ ફિલ્મના પ્રદર્શન બદલ ચૂકવાયેલા SGST ના વળતર માટે ગાંધીનગર માહિતી નિયામકની કચેરી ખાતે નિયત નમૂનામાં આવશ્યક પુરાવાઓ રજૂ કરીને ક્લેઈમ કરી શકાશે.
આ ફિલ્મમાં ખુશી શાહ મુખ્ય ભૂમિકા નિભાવવા જઈ રહી છે. તેની સાથે ચંકી પાંડે, મનોજ જાેશી, ચિરાગ જાની પણ મુખ્ય ભૂમિકાઓમાં જાેવા મળશે.
ચંકી પાંડે આ ફિલ્મમાં મોહમ્મદ ઘોરીની ભૂમિકામાં જાેવા મળશે. ફિલ્મના મ્યુઝિક કમ્પોઝર છે પાર્થ ભરત ઠક્કર, જેમના એનર્જીભર્યા મ્યુઝિકને કારણે ટ્રેલરમાં અલગ જ પ્રકારનો જુસ્સો જાેવા મળી રહ્યો છે.
ફિલ્મમાં ચિરાગ જાની નાયિકા દેવીનાં પતિના રોલમાં છે. નાયિકા દેવીઃ ધ વોરિયર ક્વીન ગુજરાતી સિનેમાની પહેલી ઈતિહાસ પર આધારિત ફિલ્મ હશે, જેને ટ્રી એન્ટરટેઈનમેંટ પ્રોડ્યુસ કરી રહ્યું છે. ફિલ્મનું નિર્દેશન નીતિન જી. દ્વારા કરવામાં આવ્યું છે.ફિલ્મનાં પ્રોડ્યુસર ઉમેશ શાહ કહે છે કે હું આ ફિલ્મને અત્યાર સુધી જે પ્રતિસાદ મળી રહ્યો છે, તે જાેઇને ખૂબ જ ખુશ છુ.
આ ફિલ્મનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે ચંકી પાંડે. તેમણે પોતાનો રોલ પરફેક્શનથી નિભાવ્યો છે અને અમે સ્ક્રીન પર મોહમ્મદ ઘોરીની ઝલક દર્શકો સુધી પહોંચાડવા માટે આતુર છીએ.જ્યારે નિર્દેશક નીતિને પણ ચંકી પાંડેનાં વખાણ કરતા કહ્યું છે કે ચંકી પાંડેએ મોહમ્મદ ઘોરીનાં પાત્ર સાથે ન્યાય કર્યો છે.SS3KP