ગુજરાતી યુવા દિગ્દર્શકની એવોર્ડ વિનિંગ શોર્ટ ફિલ્મ ‘ગ્રીલ’
મુંબઈ: કોરોના વાયરસ મહામારીને કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનને લીધે સિરિયલ અને ફિલ્મોના શૂટિંગ બંધ થઈ ગયા હોવાથી લોકો્્ પ્લેટફોર્મ અને યુટયુબ તરફ વળ્યા છે. ત્યારે યુટયુબ ઉપર એક જાવાલાયક ફિલ્મ હમણાં થોડાક દિવસ પહેલા જ મુકવામાં આવી છે. પ્રતીક કોઠારી દિગ્દર્શિત શોર્ટ ફિલ્મ ‘ગ્રીલ’ને અઠવાડિયામાં જ ૨.૫ થી વધુ વ્યુઝ મળ્યાં છે.
ફિલ્મમેકર પ્રતીક રાજેન કોઠારી મુંબઈમાં રહે છે. ફિલ્મમેકરની સાથે સાથે તે અભિનેતા પણ છે. પ્રતિકે શ્યામ બેનેગલની અનેક ફિલ્મોમાં આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું છે. ત્યારબાદ તેણે શોર્ટ ફિલ્મોનું દિગ્દર્શન કરવાનું નક્કી કર્યું. અત્યાર સુધી પ્રતીકે અનેક શોર્ટ ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે. તેની ફિલ્મ ‘ગ્રીલ’ને બહુ જ સારો પ્રતિસાદ મળ્યો અને એવાડ્ર્ઝ પણ.
બહુ જ ઓછા સંવાદો વાળી ફિલ્મ ‘ગ્રીલ’માં વાત એવી છે કે, તૂટેલી બારીની જાળીમાંથી એક બેઘરને આકસ્મિક રીતે ઘરમાં ઘુસવાનો મોકો મળે છે. આ ઘરમાં રહેતી છોકરી રાતપાળીમાં કામ કરતી હોય છે. શોર્ટ ફિલ્મનું લેખન સ્વાતિ દાસનું છે અને પ્રસ્તુતકર્તા છે, હમારા મુવી. પણ રોજ ઘરમાં ઘુસી જતો માણસ ઘરમાં જઈને કરે છે શું ? એ જ એની કથાની મજા છે.
શોર્ટ ફિલ્મ ‘ગ્રીલ’ને ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ બોસ્ટનમાં બેસ્ટ શોર્ટ ફિલ્મનો એવાર્ડ મળ્યો હતો. જ્યારે લાસ એન્જેલેસના હાયપરવૅવ એવાર્ડસમાં ફાઈનલમાં સ્થાન મળ્યું હતું. તે સિવાય અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં એવાર્ડસ મળ્યાં છે.