ગુજરાતી રંગભૂમિના કલાકારો સોમનાથના દર્શનાર્થે પહોંચ્યા
અમદાવાદ, સિનિયર આર્ટિસ્ટ એસોસિએશન-અમદાવાદ દ્વારા સોમનાથ, વીરપુર અને ખોડલધામ દર્શન યાત્રા માટેનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ કલાકારોએ તેમાં જોડાઈ ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામ સ્થળોની મુલાકાત માણી હતી. ત્યારે સૌ પ્રથમ સોમનાથ મહાદેવ મંદિર દર્શનાર્થે ગુજરાતી કલાકારો આવી પહોંચ્યા હતા.
જયશ્રીબેન પરીખ, શિલ્પા ઠાકર, સુભાષ ભટ્ટ, આશીષ ગાંધી, નિલેશભાઈ મિસ્ત્રી, હિંમત ભાઈ સહીતના કલાકારોએ સોમનાથ મહાદેવ મંદિર દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમણે જણાવ્યું હતું કે સોમનાથ દાદાના દર્શન કરી તેમને શાંતિ અને ધન્યતા પ્રાપ્ત થઇ છે.
સુભાષભાઈ ભટ્ટે આ તમામ કાર્ય અને યાત્ર ખર્ચથી તમામ પ્રકારની તકેદારી સાથે સુંદર રીતે આયોજન કર્યું હતું. શિલ્પા ઠાકર, જયશ્રીબેન પરીખ, આશીષ ગાંધી, નિલેશભાઈ મિસ્ત્રી, ઇશ્વરભાઈ પટેલ, હેમંતભાઈ મિસ્ત્રી સહિતના નામી-અનામી કલાકારોએ સોમનાથ સાથે વીરપુર અને ખોડલધામના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
ત્યારબાદ ગીર સોમનાથ જિલ્લાના અગ્રણી શૈલેષભાઈ કે. બારડ, મેમ્બર ZRUCC પ્રમુખ-વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડન (સૌરાષ્ટ્ર-કચ્છ અને દિવ ઝોન) ભાવના બારડ વાઇસ પ્રેસિડેન્ટ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડન તેમજ સોની યોગેશ સતીકુવર સાથે ખાસ મુલાકાત કરી હતી.