“વાત વાત મા” ગુજરાતી વેબ સીરિઝનું શુટિંગ શરૂ, OTT પ્લેટફોર્મ ઉપર રજૂ થશે
ભારતમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઇન્ટરનેટ અને સ્માર્ટફોનની વ્યાપક ઉપલબ્ધતા,સોશિયલ મીડિયાના ઝડપી ફેલાવાની સાથે દર્શકોની પસંદગીમાં અભુતપૂર્વ પરિવર્તન આવતાં વેબ-સીરિઝની લોકપ્રિયતામાં નોંધપાત્ર વધારો થયો છે. દેશમાં ઓટીટી પ્લેટફોર્મ્સ ઉપર વૈવિધ્યસભર કન્ટેન્ટ જોવાનું પસંદ કરતાં એક વિશેષ વર્ગની રચના થઇ છે, જે
માં યુવાનોનું પ્રમાણ સર્વોચ્ચ છે. ઘણાં ઓટીટી પ્લેટફોર્મ્સ ઉપર વિવિધ ભાષાઓમાં રસપ્રદ સીરિઝની ભરમાર છે, પરંતુ ગુજરાતી ભાષામાં હજી પણ ખુબજ ઓછી સંખ્યામાં વેબ સીરિઝ ઉપલબ્ધ હોવાથી દર્શકોને નિરાશ થવાનો વારો આવ્યો છે.
દેશ-વિદેશમાં રહેતાં ગુજરાતી દર્શકો સમક્ષ રસપ્રદ કન્ટેન્ટ ધરાવતી વેબ સીરિઝ રજૂ કરવાના ઉદ્દેશ્ય સાથે મેગ્નેટ મીડિયા ફિલ્મ્સ દ્વારા આજે ગુજરાતી વેબ સીરિઝ “વાત વાત મા”નું શુટિંગ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. પ્રોડ્યુસર ભાવેશ ઉપાધ્યાય અને ડાયરેક્ટર કર્તવ્ય શાહની સીરિઝમાં લોકપ્રિય અભિનેતા મલ્હાર ઠાકર અને અભિનેત્રી પૂજા જોષી મુખ્ય ભુમિકામાં જોવા મળશે. તેમની સાથે ચેતન દહિયા અને કૃપા પંડ્યા સહિતના કલાકારો પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે.
આ અંગે પ્રતિક્રિયા આપતાં પ્રોડ્યુસર ભાવેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, “ગુજરાતી વેબ સીરિઝ “વાત વાત મા” ની જાહેરાત કરતાં અમે ખુબજ ઉત્સાહિત છીએ. આજે દર્શકોની કન્ટેન્ટ સંબંધિત પસંદગીઓમાં ઝડપથી બદલાવ જોવાઇ રહ્યો છે તથા ઓટીટી પ્લેટફોર્મ ઉપર ઘણી ઓછી ગુજરાતી સીરિઝ છે
તેવી સ્થિતિમાંઅમારી નવી સીરિઝ દર્શકોને ફ્રેશ અને શ્રેષ્ઠ કન્ટેન્ટ પૂરી પાડશે તેવો મને વિશ્વાસ છે. વધુમાં ઓટીટી પ્લેટફોર્મ ઉપર બીજી ભાષાઓમાં વેબ સીરિઝ અપશબ્દોથી ભરપૂર હોવાની ફરિયાદો દર્શકો હંમેશા કરે છે ત્યારે અમારી નવી સીરિઝ પરિવારના તમામ સભ્યો સાથે બેસીને માણી શકાશે.”
આ રોમેન્ટિક વેબ સીરિઝનું શુટિંગ 12 દિવસમાં સમાપ્ત કરી લેવાશે અને ત્રણ મહિના એટલે કે માર્ચ મહિનામાં તેને અગ્રણી ઓટીટી પ્લેટફોર્મ ઉપર રીલિઝ કરવામાં આવશે. સીરિઝના કુલ પાંચ એપિસોડ છે અને તેનું શુટિંગ અમદાવાદમાં કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે મેગ્નેટ મીડિયા ફિલ્મ પ્રોડક્શન કંપની ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષામાં ફિલ્મોનું નિર્માણ કરે છે અને વિદેશોમાં તેનુંડિસ્ટ્રિબ્યુશન પણ કરે છે. છેલ્લાં થોડાં વર્ષોમાં મેગ્નેટ મીડિયા ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની પ્રતિષ્ઠિત બ્રાન્ડ તરીકે ઉભરી આવી છે. આ પહેલાં નેશનલ એવોર્ડ વિજેતા જયેશ મોરે અને કિંજલ રાજપ્રિયા સાથે તેણે ધુમ્મસ ફિલ્મ પૂર્ણ કરી છે.મેગ્નેટ મીડિયા 16 દેશોમાંડિસ્ટ્રિબ્યુશનનું કામ કરે છે.
મહત્વપૂર્ણ છે કે કોવિડ-19 સંબંધિત વહીવટીતંત્ર દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકાઓનું સખ્તાઇથી પાલન કરતાં સીરિઝનું શુટિંગ કરાશે, જેમાં માસ્ક, સેનિટાઇઝર્સના નિયમિત ઉપયોગ તથા ડોક્ટરની હાજરી જેવાં જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.