ગુજરાતી શાહ દંપતીની હત્યા, ૩ શખ્સોની ધરપકડ
કોલકાતા, ભવાનીપુરમાં ગુજરાતી દંપતી અશોક શાહ અને રશ્મિતા શાહની હત્યા કેસમાં કોલકાતા પોલીસએ ૭૨ કલાકની અંદર જ રહસ્ય પરથી પડદો ઊંચકી લીધો છે. આ કેસમાં ૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એક લાખ રૂપિયાની લોનના વિવાદમાં આ હત્યા કરવામાં આવી હોવાનું ખુલ્યું છે. આ ઘટનાનો મુખ્ય સૂત્રધાર મૃતકનો દૂરનો સંબંધી છે અને હજુ ફરાર છે. પોલીસ તેની શોધ કરી રહી છે.
વધુ વિગતો મુજબ પોલીસે સુબોધ સિંહ (ઉંવ. ૪૫) જતીન મહેતા (ઉંવ ૪૨) અને રત્નાકર નાથ (ઉંવ ૩૯)ની ધરપકડ કરી છે. આ ત્રણેય શખ્સો હાવડા ખાતેના લીલુઆના છે.
શાહ દંપતી પાસે મોટી રોકડ અને ઘરેણાં હશે તેમ સમજીને આ બનાવના માસ્ટર માઈન્ડે લૂંટનો પ્લાન બનાવ્યો હતો અને દંપતીની હત્યા કરી નાખી હતી.
કોલકાતાના પોલીસ કમિશનર વિનીત ગોયલે પોલીસ હેડક્વાર્ટરમાં પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, અશોક શાહે વર્ષ ૨૦૧૯માં પોતાના જમાઇના દૂરના સંબંધીને એક લાખ રૂપિયા ઉધાર આપ્યા હતા. આ દરમિયાન પૈસા ઉધાર લેનાર વ્યક્તિનું કોરોનાના કારણે મોત નીપજ્યું હતું.
જેથી અશોકભાઈ તેના ભાઈ પાસેથી લોનની રકમ માંગતા હતા. બનાવના દિવસે મુખ્ય આરોપી હત્યારાઓને લઈને તેમના ઘરે ગયો હતો. ત્યાં ઉધારની રકમને લઈને ઝઘડો થયો હતો. ત્યાર બાદ બન્નેની હત્યા કરી હતી. તેઓ હત્યાનું પ્લાનિંગ કરીને ગયા હતા.
પરિચિત હોવાને કારણે શાહ દંપતિએ ઘરનો દરવાજાે ખોલ્યો હતો. બીજી તરફ હત્યારાઓ હથિયાર લઈને ગયા હતા. પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, ઘરની અંદર લોનના ઝઘડા બાદ સુબોધસિંહે અશોક શાહ પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા હોવાની વાત તેણે સ્વીકારી લીધી છે.
સુબોધનો જૂનો ગુનાહિત રેકોર્ડ પણ મળી આવ્યો છે. પોલીસ તેની તપાસ કરી રહી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મુખ્ય આરોપીને રશ્મિતાએ ઘરની અંદર પાણી આપ્યું હતું. છતાં પણ હત્યારાઓને આ કપલ પર દયા દાખવી ન હતી.
કમિશનરે જણાવ્યું હતું કે, આ ઘટનામાં સંડોવાયેલા અન્ય લોકોની શોધખોળ ચાલી રહી છે. ટૂંક સમયમાં જ તેમની ધરપકડ પણ કરવામાં આવશે. પોલીસે હત્યા કેસના મુખ્ય આરોપીની ધરપકડ કરવા માટે અલગ અલગ ટીમો બનાવી છે. આરોપી અન્ય રાજ્યમાં છુપાયો હોવાની શંકા છે. તેના મોબાઇલને ટ્રેસ કરાઈ રહ્યો છે.SS1MS