‘‘ ગુજરાતે વિકાસ નિતિનો રસ્તો દેશ અને દુનિયાને દેખાડયો છે.’’ રૂપાણી
ન્યુઝ -૧૮ ગુજરાતી ચેનલ દ્વારા આયોજીત કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા સમાજ શ્રેષ્ઠીઓનું સન્માન થયું
રાજકોટ, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી રાજકોટના ખીરસરા પેલેસ ખાતે ન્યુઝ -૧૮ ગુજરાતી ચેનલ દ્વારા આયોજીત સમાજની પ્રગતિમાં યોગદાન આપનાર સૌરાષ્ટ્રના સમાજ શ્રેષ્ઠીઓના સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શ્રેષ્ઠીઓનું સન્માન કર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, જેમનો એક જ મંત્ર હોય અથાગ પુરુષાર્થ એવા સમાજના આગેવાનો પ્રત્યે ઋણ ચૂકવવાનો આ અવસર છે. જેમણે ગુજરાતના વિકાસ માટે ફાળો આપ્યો છે. જેમની સાહસિકતાથી ગુજરાતના અનેક યુવાનોને પ્રેરણા મળી છે. તેવા સમાજ શ્રેષ્ઠીઓનું સન્માન ન્યુઝ-૧૮ને કર્યુ છે. તે માટે ન્યુઝ-૧૮ને શુભકામના પાઠવું છુ, અભિનંદન પાઠવુ છુ
એક સમયે સુરતમાં ૮૪ દેશના લોકો વેપાર કરવા આવતા ગુજરાતીઓ દુનિયાભરમાં વેપાર ધંધા કરી રહયા છે. ગુજરાતે વિકાસ નીતિનો રસ્તો દેશ અને દુનિયાને દેખાડયો છે. આપ સૌ સમાજ શ્રેષ્ઠીઓ વિકાસના શીરોમણી બની સૌના સાથ અને સહકાર થકી ગુજરાતને વધુ આગળ વધારવાની શુભકામના મુખ્યમંત્રીશ્રીએ પાઠવી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીની કારકિર્દી વિશેની ફિલ્મ રજુ થઇ હતી. કન્સલ્ટીંગ એડીટર બ્રિજેશકુમાર સિંગ અને એડિટરશ્રી રાજીવ પાઠકે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનું સન્માન કર્યુ હતું. શાબ્દીક સ્વાગત બ્રિજેશકુમાર સિંગે કર્યુ હતું. સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા. એવોર્ડ વિશેનું પ્રેઝન્ટેશન રજૂ થયું હતું.
આ પ્રસંગે મ્યુ.ફાઇનાન્સ બોર્ડ ચેરમેનશ્રી ધનસુખભાઇ ભંડેરી, સાંસદશ્રી મોહનભાઇ કુંડારિયા, મેયરશ્રી બીનાબેન આચાર્ય, ધારાસભ્ય લાખાભાઇ સાગઠિયા, પી.વી.સીશ્રી દેસાણી, અગ્રણી સર્વશ્રી કમલેશભાઇ મિરાણી, નિતિનભાઇ ભારદ્વાજ, ભાનુબેન બાબરીયા, રાજુભાઇ ધૃવ સહિતના મહાનુભાવો અને સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહયા હતા