ગુજરાત આંગણવાડી કર્મચારી મહિલા મંડળ દ્વારા પડતર માંગણીઓને લઈ કલેકટરને રજૂઆત
આંગણવાડી વર્કરોને આપેલો મોબાઈલ હલકી ગુણવત્તાનો હોવાનો આક્ષેપ.
મોબાઈલમાં રહેલી એપ અંગેની સમજણ મહિલાઓને ન હોવાનો આરોપ..
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ જીલ્લામાં આંગણવાડી વર્કર મહિલાઓ કોઈને કોઈ પ્રશ્ન મુદ્દે કલેક્ટર કચેરી ખાતે દોડી આવતા હોય છે.તાજેતરમાં જ કોરોનાની મહામારી વચ્ચે પણ આંગણવાડી કર્મચારી સંગઠન મહિલા મંડળ દ્વારા ભરૂચ કલેકટર કચેરી ખાતે દોડી આવી પણ માંગણીઓને લઈ કલેકટરને ઉગ્ર રજૂઆત કરી હતી.
ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન મંડળ દ્વારા ભરૂચ જીલ્લાના વિવિધ તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારોમાં આંગણવાડી ચલવી રહ્યા છે.પરંતુ તાજેતરમાં તેઓને અપાયેલો મોબાઈલ હલકી ગુણવત્તાનો અને ચાલતો ન હોવાના આક્ષેપ સાથે તેમાં રહેલી એક અંગે મહિલા કર્મચારીઓને સમજણ પણ ન પડતી હોય
ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ ઓછો અભ્યાસ કરેલો હોવાના કારણે તેઓને મોબાઈલમાં આવતી ઈંગ્લિશની એપ અંગેની સમજણ ન પડતી હોવાના આક્ષેપ સાથે તેઓએ ભરૂચના કલેકટરને તેઓને પડતી મુશ્કેલી અને વિવિધ પડતર માંગણીઓને લઈ ઉગ્ર રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે અમારી માંગણીઓ નહીં સંતોષાય તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.