ગુજરાત ઉચ્ચ શિક્ષણ નિયામક એમ.નાગરાજને પરીક્ષા કેન્દ્રોની મુલાકાત કરી
ગુજરાત ઉચ્ચ શિક્ષણ નિયામક એમ.નાગરાજને પરીક્ષા કેન્દ્રોની મુલાકાત કરી : અરવલ્લી જિલ્લાના 60 કેન્દ્ર પર બિનસચિવાલયની પરીક્ષા યોજાઈ.
અરવલ્લી જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત બિનસચિવાલય અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા યોજાઈ રહી છે. આ પરીક્ષા માટે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર અને પોલિસ તંત્ર સતર્ક છે. તમામ પરીક્ષા કેન્દ્રો પર પોલિસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાય તેવા પ્રયાસો સરકાર અને સ્થાનિક તંત્ર પોલિસ સાથે હકારાત્મક પ્રયાસો કરવામાં આવ્યા છે.
અરવલ્લી જિલ્લા પોલિસ વડા સંજય ખરાતની દેખરેખ હેઠળ 2 Dy.SP. ભરત બસિયા અને એન.વી.પટેલ બે ડિવિઝનમાં પોલિસ બંદોબસ્તની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. સાથે જ કાયદો વ્યવસ્થા અને શાંતિનો ભંગ ન થાય તે માટે પોલિસ ખેડપગે છે. સોશિયલ મીડિયા પર ખોટી અફવાઓ ન ફેલાય તે માટે પોલિસ સતત નજર રાખી રહી છે.
અરવલ્લી જિલ્લાના 60 કેન્દ્રો ખાતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિનસચિવાલય અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા યોજાઈ, જેનું નિરીક્ષણ કરવા માટે ગુજરાત ઉચ્ચ શિક્ષણ નિયામક એમ.નાગરજને મુલાકાત કરી હતી. છેલ્લા એક સપ્તાહથી ઉચ્ચ શિક્ષણ નિયામક એમ.નાગરાજન અરવલ્લી જિલ્લાની મુલાકાતે છે ત્યારે શાંતિપૂર્ણ માહોલ અને કોઇપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તેવા પ્રયાસો થયા હતા અને ઉચ્ચ અધિકારીઓએ પરીક્ષા કેન્દ્રોની મુલાકાત કરીને માહિતી મેળવી હતી. જિલ્લાના વિવિધ કેન્દ્રો ખાતે નિયામક એમ.નાગરાજને મુલાકાત લીધી હતી.
દિલીપ પુરોહિત. બાયડ