ગુજરાત એક્સપ્રેસ અને ગુજરાત ક્વીન એક્સપ્રેસ ટ્રેનોમાં વધારાના કોચ જોડાશે
અમદાવાદ, યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ ગુજરાત એક્સપ્રેસ અને અમદાવાદ-વલસાડ ગુજરાત ક્વીન એક્સપ્રેસ ટ્રેનોમાં એક-એક વધારાના એસી ચેર કાર કોચ કાયમી ધોરણે જાેડવામાં આવશે. જેની વિગતો નીચે મુજબ છેઃ
ટ્રેન નંબર ૨૨૯૫૩/૨૨૯૫૪ મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ ગુજરાત એક્સપ્રેસ ટ્રેનમાં ૩ એપ્રિલ ૨૦૨૨થી મુંબઈ સેન્ટ્રલથી તથા ૧ એપ્રિલ ૨૦૨૨ થી અમદાવાદથી એક વધારાનો એસી ચેર કાર કોચ કાયમી ધોરણે જાેડવામાં આવશે?
ટ્રેન નંબર ૧૯૦૩૩/૧૯૦૩૪ અમદાવાદ-વલસાડ-અમદાવાદ ગુજરાત ક્વીન એક્સપ્રેસ ટ્રેનમાં ૦૧ એપ્રિલ ૨૦૨૨થી અમદાવાદથી તથા ૦૨ એપ્રિલ ૨૦૨૨થી વલસાડથી એક વધારાનો એસી ચેર કાર કોચ કાયમી ધોરણે જાેડવામાં આવશે?