Western Times News

Gujarati News

ગુજરાત એટીએસએ ૧૯૯૩ના મુંબઈ બ્લાસ્ટના ૪ આરોપીઓની ધરપકડ કરી

અમદાવાદ, ગુજરાતની આતંકવાદ વિરોધી ટુકડીએ દાઉદ ઈબ્રાહિમ ના નજીકના સાથી અને ૧૯૯૩ના મુંબઈ બ્લાસ્ટના ૪ આરોપીઓની અમદાવાદમાંથી ધરપકડ કરી છે.

મુંબઈ બ્લાસ્ટ બાદ આ તમામ આરોપીઓ વિદેશ ભાગી જવામાં સફળ થયા હતા અને નકલી પાસપોર્ટ પર અમદાવાદ આવ્યા હતા. ગુજરાત એટીએસને અબુ બકર, યુસુફ ભટાકા, શોએબ બાબા અને સૈયદ કુરેશીની ધરપકડ કરવામાં સફળતા મળી છે. આ સંદર્ભે ઇન્ટેલિજન્સ ઇનપુટ મળતાં ગુજરાત છ્‌જીએ કાર્યવાહી હાથ ધરી હતી.

અબુ બકર, યુસુફ ભટાકા, શોએબ બાબા અને સૈયદ કુરેશીએ સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓને ગેરમાર્ગે દોરવા માટે તેમના સરનામા બદલી નાખ્યા હતા. તેના પાસપોર્ટમાં દાખલ કરવામાં આવેલી તમામ માહિતી નકલી નીકળી.

તપાસમાં એ વાતની ખરાઈ થઈ કે આ ચારેય ૧૯૯૩ના મુંબઈ બ્લાસ્ટના આરોપી છે. જયપુરમાં આતંકવાદી ઘટનામાં તેમની સંડોવણી પણ સામે આવી છે, રાષ્ટ્રીય તપાસ એજન્સી આ મામલાની તપાસ કરી રહી છે. અગાઉ એનઆઈએએ મુંબઈમાં ડી-કંપની સાથે સંકળાયેલા ડઝનબંધ સભ્યોના ઘર પર દરોડા પાડ્યા હતા.

ગુજરાતની એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ ધરપકડ કરાયેલા ચાર આરોપીઓની ઝીણવટભરી પૂછપરછ કરી રહી છે અને તેમના આંતરરાષ્ટ્રીય સંબંધો અને આતંકવાદી સંગઠનો સાથેની તેમની સાંઠગાંઠની તપાસ કરવામાં આવી રહી છે. તેને ગુજરાત છ્‌જીનું મોટું ઓપરેશન માનવામાં આવી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે ૧૨ માર્ચ ૧૯૯૩, શુક્રવારના રોજ મુંબઈમાં ૧૨ શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ થયા હતા જેમાં ૨૫૦ થી વધુ લોકો માર્યા ગયા હતા અને ૮૦૦ થી વધુ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ વિનાશમાં ૨૭ કરોડ રૂપિયાથી વધુની જાહેર અને ખાનગી સંપત્તિનો નાશ થયો હતો. ૧૯૯૩ના મુંબઈ બોમ્બ ધડાકા સુનિયોજિત રીતે કરવામાં આવ્યા હતા.

અંડરવર્લ્‌ડ ડોન દાઉદ ઈબ્રાહિમના કહેવા પર પહેલા બોમ્બ પ્લાન્ટ કરવા માટે સ્થળ અને માણસની પસંદગી કરવામાં આવી હતી. તેને ટ્રેનિંગ માટે દુબઈ થઈને પાકિસ્તાન મોકલવામાં આવ્યા હતા. તેના ડ્રગ્સ સિન્ડિકેટનો ઉપયોગ કરીને દાઉદ આરડીએક્સને અરબી સમુદ્ર થઈને મુંબઈ લઈ ગયો હતો.

મુંબઈ શહેરના ૧૨ અલગ-અલગ વિસ્તારોમાં લગભગ ૨ કલાક સુધી આ વિસ્ફોટો ચાલુ રહ્યા. ચારે તરફ ગભરાટનું વાતાવરણ હતું. પહેલો વિસ્ફોટ બોમ્બે સ્ટોક એક્સચેન્જ નજીક બપોરે ૧ઃ૩૦ વાગ્યે થયો હતો અને છેલ્લો ૩ઃ૪૦ વાગ્યે થયો હતો. અનુરાગ કશ્યપે એસ હુસૈન ઝૈદીના પુસ્તક બ્લેક ફ્રાઈડે પર આ જ નામની ફિલ્મ બનાવી છે, જેની રિલીઝ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ કેસમાં ટાડા કોર્ટે યાકુબ મેમણ સહિત ૧૦૦ આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા, જ્યારે ૨૩ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.