ગુજરાત ATSને મોટી સફળતા મળી: જખૌ ડ્રગ્સ કેસમાં દિલ્હીની જેલમાંથી ૩ની ધરપકડ
જેમાં ૨ અફઘાની અને એક દુબઈના ડ્રગ્સ પેડરલના ભાઈની ધરપકડ ઃ રાઝી હૈદરે ડ્રગ્સ માંગાવ્યો ખુસાલો
અમદાવાદ, ગુજરાતમાં ડ્રગ્સ મળવાની ઘટના વારંવાર પ્રકાશમાં આવતી હોય છે. શું ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ અને નશીલા પદાર્થની હેરાફેરી માટે સલામત ઝોન બની ગયો છે. કચ્છના જખૌ વિસ્તારમાંથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. સર્ચ ઓપરેશન દરમિયાન ૫૬ કિલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.
જખૌના દરિયામાંથી હેરોઈન પકડાવવાના કેસમાં ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. જખૌ બંદર પરથી પકડાયેલ ૨૮૦ કરોડના ડ્રગ્સ ઝડપાવા મામલે ગુજરાત એટીએસે દિલ્હીથી વધુ ૩ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસે દિલ્હીની જેલમાંથી આરોપીની ધરપકડ કરી છે.
જેમાં ૨ અફઘાની અને એક દુબઈના ડ્રગ્સ પેડરલના ભાઈની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ રાઝી હૈદરે ડ્રગ્સ માંગાવ્યો હોવાનો ખુસાલો થયો છે.ss2kp