ગુજરાત કાૅંગ્રેસ ભાજપના ખિસ્સામાં છે : અરવિંદ કેજરીવાલ
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ૨૦૨૨માં યોજાશે ત્યારે અત્યારથી રાજકારણ ગરમાયું છે. મુખ્યમંત્રી માટે વિવિધ લોકો પોતાની વાતો જણાવી રહ્યાં છે ત્યારે આજે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ અરવિંદ કેજરીવાલ આજે, સોમવારે અમદાવાદની મુલાકાતે આવ્યા હતાં અને અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સમાં સંબોધી હતી.
જેમાં તેમણે જણાવ્યું કે, ઇસુદાન ગઠવી ગુજરાતનો કેજરીવાલ છે. તેમણે વધુમાં જણાવ્યું કે, છેલ્લા ૨૭ વર્ષથી ગુજરાતમાં ભાજપ સત્તા પર છે. પણ ગુજરાતમાં ભાજપ અને કાૅંગ્રેસ મિત્રોની જેમ કામ કરી રહ્યાં છે. કહેવાય છે કે, ગુજરાતમાં કાૅંગ્રેસ ભાજપનાં ખિસ્સામાં છે. જ્યારે ભાજપને જરૂર પડે છે ત્યારે તે માલ કોંગ્રેસ સપ્લાય કરે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં આ બે પાર્ટી તો એક જ છે ત્યારે આપને કારણે વિકલ્પ મળ્યો છે. ગુજરાતમાં બેઠેલો વ્યક્તિ જાેઇ શકે છે કે, દિલ્હીમાં વીજળી આટલી સસ્તી કેમ છે અમારે તો બહું મોંઘી છે. તેઓ અહીં બેસીને જાેઇ શકે છે કે, દિલ્હીમાં પાંચ વર્ષમાં હૉસ્પિટલની સ્થિતિ અને શાળાઓની સ્થિતિ આટલી સારી છે તો ગુજરાતમાં ૭૦ વર્ષમાં શાળા અને હૉસ્પિટલની સ્થિતિ કેમ સુધરી નથી શકતી? પણ સ્થિતિ હવે સુધરશે. કેજરીવાલના ભાજપ-કોંગ્રેસ પર પ્રહારો કરતા કહ્યું કે ગુજરાતની ખરાબ હાલત પાછળ ભાજપ-કોંગ્રેસનું કારસ્તાન છે
૨૭ વર્ષ બંને પાર્ટીની મિત્રતાની છે અને કોંગ્રેસ ભાજપના ખિસ્સામાં છે. ગુજરાતના ખેડૂતો આત્મહત્યા કરે છે, સરકારી સ્કૂલોની હાલત ખરાબ છે.દિલ્લીમાં જાે વીજળી ફ્રી છે તો ગુજરાતમાં વીજળી મોંઘી કેમ છે ગુજરાતમાં યુવા બેરોજગાર, સારું શિક્ષણ નથી તેમજ સરકારી હોસ્પિટલ, સ્કૂલો ખરાબ છે ગુજરાતની રાજનીતિ ખરાબ છે, બંને પાર્ટીઓ સાથે મળી ચૂંટણી લડે છે ગુજરાતનું મોડલ ગુજરાતમાં જ રહેશે.ગુજરાતના લોકો પોતાનું મોડલ ખુદ તૈયાર કરશે
કેજરીવાલે દેશની આઝાદી અને ત્યારબાદ તેના નિર્માણમાં ગુજરાતીઓના યોગદાનને બિરદાવ્યા હતા. જાે કે, આ વેળાએ તેમણે વ્યૂહાત્મક રીતે ફક્ત સરદાર વલ્લભભાઈ પટેલનું જ નામ લીધું હતું.
બાકી, મહાત્મા ગાંધી સહિત અન્ય કોઈ ગુજરાતી નેતાઓના નામ લીધા નહોતા. કેજરીવાલે કહ્યું હતું કે, દેશને આઝાદી અપાવવામાં ગુજરાતી નેતાઓ જ નહીં, ગુજરાતી આમઆદમીનું પણ મહત્ત્વનું યોગદાન હતું. દેશ આઝાદ થયો તે પછી ૫૦૦થી વધુ રજવાડાઓને એક કરીને સરદારે ખરા અર્થમાં દેશને એક કર્યો હતો. સરદારના યોગદાન વિના આજે જે ભારત છે તે બની શક્યું ન હોત.
આ સાથે વિધાનસભાની ચૂંટણી માટે જણાવ્યું કે, ૨૦૨૨માં તમામ સીટ પર ગુજરાતમાં કેન્ડીડેટ ઉભા કરવામાં આવશે. અહીં ખેડૂતો પરેશાન છે, વિદ્યાર્થીઓ પરેશાન છે, કોઈ પૃચ્છા કરવા વાળું નથી, ગુજરાતમાં વેપારીઓ ભયમાં છે, ડરવાની શુ જરૂર છે? ગુજરાતને કોરોના કાળમાં અનાથ છોડી દેવામાં આવ્યું હતું.પત્રકાર પરિષદને સંબોધન કરતા દિલ્હીના મુખ્યમંત્રીએ મોટી જાહેરાત કરી હતી. કેજરીવાલે કહ્યું કે, આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આપ ૨૦૨૨ની ચૂંટણીમાં ૧૮૨ બેઠક પર ચૂંટણી લડશે.
ગુજરાત વિધાનસભાની દરેક બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારને ઉભો રાખવામાં આવશે. કેજરીવાલે વધુમાં કહ્યું હતું કે, થોડા સમય પહેલા ગુજરાત ચેમ્બર્સે મને આમંત્રણ આપ્યુ હતું પરંતુ સરકારે ચેમ્બર્સને દબાણ કરી મારો કાર્યક્રમ રદ્દ કર્યો હતો. રાજ્યમાં સરકારી શાળા-હોસ્પિટલોની હાલત ખરાબ છે.
આ પ્રસંગે પત્રકાર ઇસુદાન ગઢવી અરવિંદ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જાેડાઇ ગયા છે. પત્રકાર ઇસુદાન ગઢીએ ગુજરાત આવેલા આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી જે બાદ તેઓ આપ પાર્ટીમાં જાેડાયા છે. ઇસુદાન ગઢવીએ કહ્યું હતું કે, જે રીતે અરવિંદ કેજરીવાલ લોકોની સેવા માટે આપ પક્ષ બનાવ્યો હતો.
તે જ રીતે હું પણ લોકોની સેવા કરવા માટે જ આપ પાર્ટીમાં જાેડાયો છું. નોંધનીય છે કે, છેલ્લા ઘણાં સમયથી ચર્ચા ચાલી રહી હતી કે, ઇશુદાન ગઢવી કઇ રાજનૈતિક પાર્ટીમાં જાેડાશે ત્યારે આજે તે તમામ અટકળો પર પૂર્ણવિરામ આવી ગયો છે.
આ પહેલા દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીનો મુખ્ય ચહેરો અરવિંદ કેજરીવાલનું આપના કાર્યકરો દ્વારા અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કર્યું હતું. કેજરીવાલના આગમનને પગલે શહેરમાં ઠેર ઠેર બેનર પણ લગાવ્યા હતા.દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે. આપના કાર્યકરો દ્વારા અમદાવાદ એરપોર્ટ પર કેજરીવાલનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેઓ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
નવરંગપુરા ખાતે નવા પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યા બાદ બપોરે સર્કિટ હાઉસ પહોંચ્યાં હતા. સર્કિટ હાઉસમાં તેઓએ ગુજરાત પ્રદેશના નેતાઓ સાથે સાદું ભોજન લીધું હતું. રોટલી, મગનું શાક, દાલ ભાત, છાશ અને પાપડનું સાદું ભોજન તેઓએ લીધું હતું. ભોજન બાદ તેઓએ ગુજરાત પ્રદેશ અને સંગઠનની ટીમ સાથે બેઠક કરી હતી કેજરીવાલ સાંજે દિલ્હી જવા રવાના થયા હતાં.