ગુજરાત કિસાન સભાના ૫૦ ખેડૂતોની દિલ્હી તરફ કૂચ,ખેડૂત આંદોલનને સમર્થન આપવા સહીત ગુજરાત મોડલનો ભાંડો ફોડશેનો હુંકાર
કૃષિ કાયદાના વિરોધમાં ગુજરાતના ખેડૂત સંગઠનો પણ મેદાને પડયાં છે. ભારત બંધને ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં સફળતા મળી હતી. કેટલાંય ગામડાઓ સ્વયંભૂ રીતે બંધમાં જોડાયા હતાં. આ ઉપરાંત માર્કેટયાર્ડ, એપીએમસી અને બજારો બંધ રહ્યા હતાં.ભારત બંધમાં ગુજરાતના ગામડાઓમાં વ્યાપક પ્રતિસાદ સાંપડતાં ભાજપ સરકારની ચિંતા વધી છે ત્યારે સેન્ટર ઓફ ટ્રેડ યુનિયન્સની ગુજરાત કિસાન સભાના અરવલ્લી,સાબરકાંઠા અને દાહોદ જીલ્લાના ૫૦ ખેડૂતોએ દિલ્હી બોર્ડર પર કૃષિ બીલ રદ કરવાની માંગ સાથે આંદોલન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં ત્રણ દિવસ રોકાણ કરી ગુજરાત મોડલનો ભાંડો ફોડશે
ગુજરાત કિસાન સભાના પ્રમુખ ભલાભાઈ ખાંટ અને કામદાર યુનિયન માટે લડત લડતા ડાહ્યાભાઈ જાદવની આગેવાની હેઠળ અરવલ્લી,સાબરકાંઠા અને દાહોદના ૫૦ ખેડૂતો રવિવારે દિલ્હી તરફ કૂચ કરી હતી અને કૃષી બિલમાં રહેલા ખેડૂત વિરોધી ત્રણ કાયદા રદ કરવાની માંગ પર અડગ રહેશે અને ગુજરાત મોડલનો ભાંડો ફોડવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી
ડાહ્યા ભાઈ જાદવના જણાવ્યા અનુસાર ભાજપ સરકાર બિનલોકશાહી પધૃધતિ અપનાવી ખેડૂતોને અવાજ દબાવવા માંગે છે. પણ ખેડૂતો કોઇપણ ભોગે જિલ્લા મથકોએ તબક્કાવાર દિલ્હી બોર્ડર પહોચશે અને આંદોલનમાં હિસ્સો લેશે.