ગુજરાત કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો “આપ”ના સંપર્કમાં
અમદાવાદ, કોંગ્રેસમાં સૌરાષ્ટ્રના અમુક ધારાસભ્યો આમ આદમી પાર્ટીના સંપર્કમાં સંપર્કમાં આવી રહ્યા છે. પાર્ટીમાં નેતૃત્તવને લઈને અસમંજસની સ્થિતી જાેવા મળી રહી છે. જેને કારણે કોંગ્રેસ નેતાઓ નારાજ છે, સાથેજ તેઓ પોતાની કારકિર્દી બચાવાના મૂડમાં આવી ગયા છે. ગુજરાતમાં ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.
કોંગ્રેસમાં સૌરાષ્ટ્રના ધારાસભ્યો સતત આપના નેતાઓના સંપર્કમાં આવી રહ્યા છે. તેવી માહિતી સામે આવી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસમાં નેતૃત્વ મુદ્દે અસમંજસની પરિસ્થીતી છે. જેના કારણે નેતાઓમાં નારજગી જાેવા મળી રહી છે. કોંગ્રેસમાં સતત અનિર્ણાયકતાને લઈને સીનિયર નેતાઓમાં નારાજગી ફેલાઈ છે.
પહેલા તો કોંગ્રેસને ભાજપ સામે પડકાર રહેતો હતો. પરંતુ આ વખતની ચૂંટણીમાં કોંગ્રસને આપ સામે પણ પડકારો મળી રહ્યા છે. જાેકે આ બધા વચ્ચે એક વાતતો ચોક્કસ નક્કી છે, કે હાલ રાજ્યમાં ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીની સક્રિયતા વધી રહી છે. કોંગ્રેસ પાર્ટીમાં નેતૃત્વ મુદ્દે નેતાઓમાં નારાજગી ફેલાઈ છે.
જેથી આપના નેતાઓ કોંગ્રેસના ધારાસભ્યોનો સંપર્ક કરી રહ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસના અમુક નેતા સામેથી આપનો સંપર્ક સાંધી રહ્યા છે.