ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો એ રાજ્યપાલને મળી આવેદન પત્ર પાઠવ્યું
ગાંધીનગર, ગુજરાત કોગ્રેસ વિપક્ષ નેતા સુખરામ રાઠવા સહિતના કોંગ્રેસ ના ધારાસભ્યો એ રાજ્યપાલને મળી આવેદન પત્ર પાઠવ્યું રાજ્યમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોમી એખલાસ જળવાઈ રહે તે માટે આવેદન પત્ર આપવામાં આવ્યું ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ની ધરપકડ બાબતે પણ રજુઆત કરવામાં આવી કોંગ્રેસ ડેલીગેશનમાં મુસ્લિમ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ ઇમરાન ખેડવાળા ,શૈલેષ પરમાર,ડો.સી જે ચાવડા સહિતના ધારાસભ્યો જોડાયા
સુખરામ રાઠવાએ જણાવ્યું કે ગુજરાત હમેશા શાંતિ પ્રિય રાજ્ય છે આ શાંતિ ડહોળવાના પ્રયત્ન થઈ રહ્યા છે ખંભાત, વડોદરા ,હિંમતનગર ના બનાવો જે બન્યા તે પૂર્વ આયોજિત હતા તેવું લાગી રહ્યું છે આઈ.બી શુ કરે છે,ગુજરાતનું પોલીસ તંત્ર શુ કરે છે? ગુજરાત માં શિરસ્તો છે કે ધાર્મિક કાર્યક્રમો માં કેટલીક જગ્યાએ સુત્રોચાર કે ડી જે વગાડતા નથી છતાં જાણી જોઈને આ કરવામાં આવ્યું જાણી જોઈને સાથી મિત્ર અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ને પોલીસ લઈ ગઈ અમે આ કેસમાં માંગણી કરીયે છીએ કે દલિત નેતા સાથે જે થઈ રહ્યું છે તે ગેર બંધારણીય. અમે બે દિવસ નું સત્ર બોલાવી આ અંગે ચર્ચા કરવા માંગીએ છીએ. ગુજરાત માં કાયદો વ્યવસ્થા પડી ભાંગી છે અમે આ અંગે રાજ્યપાલને મળી ને રજુઆત કરી છે અમે અપેક્ષા રાખીએ કે મહા મહિમા આ અંગે યોગ્ય કરે.
પ્રભારી રઘુ શર્મા એ જણાવ્યું હતું કે અહીં રાજ્ય માં જે બન્યું તે નિંદનીય ખંભાત ,હિંમતનગર માં જે થયું તે જાણી જોઈને કરવામાં આવ્યું લોકોનું ધ્યાન બેરોજગારી અને મોંઘવારી જેવી સમસ્યાઓથી ધ્યાન ભટકાવવા ભારતીય જનતા પાર્ટી આ કરે છે આ સ્ટેટ સ્પોન્સરડ દંગા છે જીગ્નેશ મેવાણીને અડધી રાત્રે ઉઠાવીને પોલીસ લઈ ગઈ ટ્વીટ ગુજરાતમાં પોલીસ આસામની લઈ ગઈ આ લોકતંત્ર નું ગળું દબાવવા જેવી વાત જીગ્નેશ મેવાણી સાથે યોજના બદ્ધ આ પ્રકારનું ષડયંત્ર થયું