Western Times News

Gujarati News

ગુજરાત કોલેજની હોસ્ટેલમાં સાયલાના વિદ્યાર્થીનો આપઘાત

પ્રતિકાત્મક તસવીર

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાનો વિદ્યાર્થી બે દિવસ પહેલાં જ પરીક્ષા
આપવા માટે હોસ્ટેલમાં રહેવા આવ્યો હતો

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ શહેરમાં આત્મહત્યાની સતત વધતી ઘટનાઓ વચ્ચે એક ચોંકાવનારી ઘટના ઘટી છે. ગુજરાત યુનિવર્સિટીની બીજા સેમેસ્ટરની પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે શહેરની એક કોલેજમાં અભ્યાસ કરતાં સુરેન્દ્રનગર જિલ્લાનો વિદ્યાર્થીએ ગુજરાત કોલેજની હોસ્ટેલમાં રૂમની અંદર જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં સનસનાટી મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી ગયા હતા.

આ રૂમમાં રહેતો અન્ય વિદ્યાર્થી મોડી સાંજે રૂમ ઉપર પરત ફર્યાે ત્યારે અંદરથી દરવાજા બંધ હતો અને દરવાજા ખખડાવવાં છતાં અંદરથી કોઈ જ જવાબ ન મળતાં આખરે વિદ્યાર્થીઓએ રૂમનો દરવાજા તોડી નાંખ્યો હતો અને અંદર જાતાં જ આ વિદ્યાર્થીનો મૃતદેહ પંખા ઉપર લટકતો જાવા મળ્યો હતો.

આત્મહત્યાનો કારણ જાણવા પોલીસે રૂમ પાર્ટનર તથા મૃતક વિદ્યાર્થીના
પરીવારજનોની શરૂ કરેલી પૂછપરછ

પોલીસે વિદ્યાર્થીના મૃતદેહને પોલીસ પોસ્ટમોર્ટમમાં મોકલી આપીને તેનાં પરીવારજનોને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પરિવારજનો અમદાવાદ આવી પહોંચ્યા છે. આત્મહત્યાનો કારણ જાણવા પોલીસે હોસ્ટેલનો અન્ય વિદ્યાર્થીઓ તથા પરીવારજનોની પૂછપરછ શરૂ કરી છે. રૂમની અંદરથી હજુ સુધી કોઈ સ્યુસાઈડ નોટ મળી નથી.

આ અંગેની વિગત એવી છે કે, અમદાવાદ શહેરમાં શૈક્ષણિક સંસ્થાઓ મોટી સંખ્યામાં આવેલી છે. જેના પરીણામે રાજ્ય ઉપરાંત દેશભરમાંથી વિદ્યાર્થીઓ અહિંયા અભ્યાસ કરવા આવી રહ્યાં છે. અનેક નામાંકિત સંસ્થાઓની સાથે સાથે સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

ગુજરાત યુનિવર્સિટીના બીજા સેમેસ્ટરની પરીક્ષાઓ યોજાઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીના ભાગરૂપે વિદ્યાર્થીઓ વાંચવામાં વ્યસ્ત જણાઈ રહ્યાં છે. અમદાવાદ શહેરની બહારના વિદ્યાર્થીઓ અમદાવાદ શહેરમાં જ પીજી તરીકે અને કેટલાંક વિદ્યાર્થીઓ હોસ્ટેલમાંથી અભ્યાસ કરી રહ્યાં છે. અમદાવાદ શહેરમાં વિદ્યાર્થીઓ માટે સવલતો પૂરી પાડવામાં આવી રહી છે. શહેરની સૌથી મોટી શૈક્ષણિક સંસ્થા મનાતી ગુજરાત કોલેજની હોસ્ટેલમાં અનેક બહારનાં વિદ્યાર્થીઓ રૂમ રાખીને અભ્યાસ કરી રહ્યાં છે.

ગુજરાત યુનિવર્સિટીનાં બીજા સેમેસ્ટરની પરીક્ષાઓ યોજાઈ રહી છે જેનાં પરીણામે હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ વાંચતા જાવા મળી રહ્યાં છે.

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના નડારા ગામમાં રહેતો મેહુલ અરજણભાઈ નામનો ૧૯ વર્ષનો વિદ્યાર્થી એસવાયબીએમાં અભ્યાસ કરે છે અને પરીક્ષાની તારીખો જાહેર થતાં જ તે ગુજરાત કોલેજની હોસ્ટેલમાં બે દિવસ પહેલાં જ વાંચવા માટે આવ્યો હતો. ગઈકાલે તેનો રૂમ પાર્ટનર નિકુલ બહાર ગયો હતો અને મેહુલ રૂમમાં જ વાંચવામાં વ્યસ્ત હતો.

મોડી સાંજે નિકુલ પોતાના રૂમ ઉપર પરત ફર્યાે ત્યારે દરવાજા અંદરથી બંધ હતો તેથી તેણે દરવાજા ખખડાવ્યો હતો. પરંતુ અંદરથી કોઈ જ જવાબ મળ્યો નહોતો.

થોડી રાહ જાયા બાદ નિકુલે આસપાસની રૂમોમાં રહેતાં વિદ્યાર્થીઓને આ અંગેની જાણ કરતાં વિદ્યાર્થીઓનું મોટું ટોળું રૂમની બહાર એકત્ર થઈ ગયું હતું અને બૂમો પાડવા છતાં અંદરથી કોઈ જવાબ મળ્યો નહોતો જેથી વિદ્યાર્થીઓ ગભરાઈ ગયાં હતાં. એકત્ર થયેલાં વિદ્યાર્થીઓ રૂમનો દરવાજા તોડી અંદર પ્રવેશતાં જ રૂમની અંદરનો દૃશ્ય જાઈ વિદ્યાર્થીઓ ગભરાઈ ગયાં હતાં રૂમની અંદર મેહુલ અરજણભાઈનો મૃતદેહ પંખા ઉપર લટકતો જાવા મળ્યો હતો.

વિદ્યાર્થીઓએ આ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરતાં એલિસબ્રિજના અધિકારીઓ બોયઝ હોસ્ટેલમાં આવી પહોંચ્યા હતા અને મેહુલના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. વોર્ડન પાસેથી વિદ્યાર્થીની સમગ્ર વિગતો મેળવી તેનાં પરીવારજનોને ઘટનાની જાણ કરી હતી. બીજીબાજુ પોલીસે સમગ્ર રૂમની તલાશી લીધી હતી.

પરંતુ સ્યુસાઈડ નોટ અંગે પોલીસે કશુ કહેવાનો ઈન્કાર કર્યાે છે. પોલીસને કોઈ સ્યુસાઈડ નોટ મળી નહીં હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. આ દરમ્યાનમાં આ સમગ્ર દુઃખદ ઘટનાની જાણ પરીવારજનોને કરાતાં તેઓ શોકમગ્ન બની ગયાં હતા અને અમદાવાદ પહોંચ્યા છે.


આશાસ્પદ યુવાને આત્મહત્યા કરી લેતાં ગુજરાત કોલેજની બોયઝ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ શોકમગ્ન બની ગયાં હતાં. આત્મહત્યાનો કારણ જાણવા સૌ પ્રથમ  મેહુલના રૂમ પાર્ટનર નિકુલની પૂછપરછ કરી હતી. પરંતુ નિકુલ મેહુલ વિષે કશુ જ જાણતો નહીં હોવાનો જણાવ્યું હતું.

આ ઉપરાંત અમદાવાદ આવી પહોંચેલા મેહુલના પરીવારજનોની પણ પોલીસે પૂછપરછ શરૂ કરી છે. પરંતુ આત્મહત્યાનું કારણ જાણવા મળ્યું નથી. પરીક્ષાનાં ટેન્શન અથવા તો અન્ય કોઈ અંગત કારણોસર મેહુલે આત્મહત્યા કરી હોવાનો હાલમાં પોલીસ માની રહી છે. વિદ્યાર્થીના આપઘાતની ઘટનાની ભારે સનસનાટી મચી ગઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.