ગુજરાત કોલેજ અને એલ.ડી. કોલેજ ખાતે મીડિયા સેન્ટર તૈયાર કરાયું
મહાનગરપાલિકાની ચૂંટણી-૨૦૨૧ ની મતગણતરી ગુજરાત કોલેજ અને એલ.ડી. કોલેજ ખાતે થનાર છે. આ સેન્ટરો ખાતે મીડિયાના લોકોને ત્વરિત મતદાનની સ્થિતિ વિશે જાણકારી મળે તે માટે મીડિયા સેન્ટર ઉભા કરવામાં આવેલ છે. આજે સાંજે અમદાવાદ કલેક્ટરશ્રી સંદિપ સાગલેએ મીડિયા સેન્ટરની મુલાકાત લઇ જરૂરી વ્યવસ્થાઓની ચકાસણી કરી હતી.
કલેક્ટરશ્રીએ આ ઉપરાંત કાઉન્ટિંગ માટે ઉભી કરવામાં આવેલ વ્યવસ્થાઓની જાણકારી મેળવી ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સુધારા-વધારા માટેની સૂચનાઓ પણ આપી હતી.
તેમની આ મુલાકાત વેળાએ અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.એમ.બાબુ સહિતના ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં.