ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ૯ જુલાઈએ પરીક્ષા

પ્રતિકાત્મક
ગાંધીનગર, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષાની તારીખ જાહેર કરી છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હિસાબનીશ, ઓડિટર, પેટા તિજાેરી અધિકારીની ભરતી માટે પરીક્ષાની તારીખ જાહેર કરી છે. ૯ જુલાઈના રોજ આ પરીક્ષા યોજાશે. આ પરીક્ષા માટે અમદાવાદ અને ગાંધીનગરમાં સેન્ટર ફાળવવામાં આવ્યા છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા એક પત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત ગૌણ સેવા પંસદગી મંડળ ગાંધીનગર દ્વારા હિસાબનીશ/ ઓડિટર / પેટા તિજાેરી અધિકારી વર્ગ-૩ સંવર્ગ માટે તા. ૨૩ જૂલાઈ ૨૦૧૯ ના રોજ જાહેરાત ક્રમાંક ૧૮૪/૨૦૧૯૨૦ પ્રસિદ્ધ કરી ઓનલાઈન અરજી પત્રકો મેળવવામાં આવેલા હતા
અને ઉપરોક્ત અરજીપત્રકોની પ્રાથમિક ચકાસણીના અંતે લાયક ઠરેલા ઉમેદવારોની જાહેરાતમાં વર્ણવ્યા મુજબની પ્રથમ તબક્કાની એમસીક્યુ-ક્યુએમઆર પદ્ધતિની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા ૦૨ મે ૨૦૨૧ ના રોજ યોજવાનું નક્કી કર્યુ હતું.
પરંતુ કોવિડ-૧૯ ની મહામારીના કારણે મોકૂફ રાખવામાં આવી હતી.
જે હવે આગામી જુલાઈ ૨૦૨૧ ના માસ દરમિયાન ગાંધીનગર અને અમદાવાદ ખાતે જુદા જુદા પરીક્ષા કેન્દ્રો પર યોજવાનો મંડળ દ્વારા ર્નિણય કરવામાં આવ્યો છે. સ્પર્ધાત્મક લેખીત પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા માટે નો વિગતવાર કાર્યક્રમ પરીક્ષાની તારીખના દસ દિવસ પહેલા મંડળની વેબસાઈટ રંંॅજઃ//ખ્તજજજહ્વ.ખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ર્ખ્તદૃ.ૈહ પર મુકવામાં આવશે.