Western Times News

Gujarati News

ગુજરાત ગૌરવ દિવસ-૨૦૨૨ની ઉજવણી પ્રસંગે પાટણની ‘વિકાસ વાટિકા’ પુસ્તિકાનું વિમોચન

મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે ‘વિકાસ વાટિકા’નું વિમોચન કરવામાં આવ્યું

વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન પાટણ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિગતો સાફલ્ય ગાથાઓનું જિલ્લા માહિતી કચેરી દ્વારા સંકલન

માહિતી બ્યુરો, પાટણ
પાટણ ખાતે ગુજરાત ગૌરવ દિન-૨૦૨૨ની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત યોજાયેલા કાર્યક્રમ પ્રસંગે મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તથા માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો દ્વારા પાટણ જિલ્લાની વર્ષ ૨૦૨૧-૨૨ની ‘વિકાસ વાટિકા’ પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું.

પાટણ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માના પરામર્શમાં જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીના માર્ગદર્શન હેઠળ પાટણ જિલ્લા માહિતી કચેરી દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘વિકાસ વાટિકા’ પુસ્તિકામાં ગુજરાતની ઐતિહાસિક રાજધાની પાટણના ગૌરવશાળી ઈતિહાસની ગાથાથી લઈ વર્તમાન પાટણના વિકાસની વાત આવરી લેવામાં આવી છે.

મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર દ્વારા આંતરમાળખાકીય સુવિધાઓથી લઈ છેવાડાના નાગરિકને લાભાન્વિત કરતી અનેક જનકલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે ત્યારે રાજ્યના અવિરત વિકાસમાં પાટણ જિલ્લાનું યોગદાન પણ નોંધનીય છે.

પાટણ જિલ્લા માહિતી કચેરી દ્વારા જિલ્લા વહિવટી તંત્રના વિવિધ વિભાગોએ વર્ષ ૨૦૨૧-૨૨માં કરેલી કામગીરીની વિગતો અને સાફલ્ય ગાથાઓ સંકલિત કરી ‘વિકાસ વાટિકા’ પુસ્તિકામાં સમાવવાનો પ્રશંસનિય પ્રયાસ કરવામાં આવ્યો છે. જે વિવિધ વિભાગો અને નાગરિકોને જિલ્લાના વિકાસની વાતથી અવગત કરવામાં ઉપયોગી નિવડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.