ગુજરાત ચેમ્બરની ચુંટણી માટે ઉમેદવારોએ તૈયારીઓ શરૂ કરી
વર્તમાન ટીમે મુદત વધારવાની કવાયત શરૂ કરી હતી પરંતુ નિશ્ચિત સમયે નવી ટીમ ચાર્જ સંભાળશે
(એજન્સી)અમદાવાદ, ગુજરાતના વેપારીઓનું પ્રતિનિધીત્વ કરતી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી જીસીસીઆઈ માં એપ્રિલ મહીનાથી જ નવા વર્ષના હોદેદારોની ચુંટણી માટેની ચહલપહલ શરૂ થઈ જતી હોય છે. જાેકે મહામારીને કારણે વર્તમાન ટીમને કામ કરવાનો સમય ઓછો મળ્યો હોવાથી તેમણે મુદત વધારવાની પ્રક્રિયા માટે કવાયત શરૂ કરી હતી.
તેનું ઈચ્છિત પરીણામ ન આવતાં નિશ્ચિત સમયે જ ચેમ્બરની ચુંટણી યોજાશે (જાે સીનીયર સભ્યો ગોઠવણ કરી શકે તો બિનહરીફ સભ્યો નિમાશે. ચેમ્બરના ભાવી પ્રમુખ તરીકે ચાર્જ પથીક પટવારી સંભાળશે.
હવે અતિ મહત્વના હોદા એવા સિનીયર વાઈસ પ્રેસીડેન્ટના પદ માટે ભાર્ગવ ઠકકર યોગેશ પરીખ તથા મહીર પટેલ હરોળમાં હોવાથી તેમણે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જીસીસીઆઈની વર્તમાન ટીમ પાસે વેપારીઓ માટે મહત્તમ કામગીરી કરવાની તક હોવા છતાં તેઓ અપેક્ષા મુજબ કામ કરી શકયા નથી. બીજુ વેપારીઓમાં એવી પણ ચર્ચાઓ જાેર પકડયું છે. મહત્વના હોેદારો વચ્ચે મનમેળ ન હોવાથી ચેમ્બરનું કામ કરતાં સરકારી અધિકારીઓ પણ અચકાઈ રહયા છે.
આ તમામ પરીસ્થિતી વચ્ચે વર્તમાન ટીમનો કાર્યકાળ પુરો થઈ રહયો છે. ચેમ્બરના સભ્ય તૈયારીઓ પણ યુવા ઉમેદવારો નવી ટીમમાં સમાય તેવું ઈચ્છી રહયા છે. અત્યાર સુધી ચોકકસ ગોડફાધર અને બેકીગને આધારે જ ચેમ્બરના હોદેદારોની વરણી થઈ જતી હતી. હવે યોગ્ય હોદેદારો ચેમ્બરનું સુકાન સંભાળે તેવી માંગ ઉઠી છે.
સીનીયર વાઈસ પ્રેસીડેન્ટ ઉપરાંત અન્ય હોદાઓ માટે પણ જુદા જુદા સભ્યોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેવી રીતે રાજકારણમાં ચુંટણી આવે ત્યારે જ મતદારોનું મહત્વ વધી જતું હોય છે. ચેમ્બરમાં ચુંટણીનો સમય નજીક આવતાંની સાથે જ ચેમ્બરના વેપારી સભ્યોને આખું વર્ષ ખબર અંતર ન પુછતાં સંભવીત ઉમેદવારો ફોન કરીને સમાચાર પુછતા થઈ ગયા છે. વોટસએપ પણ એના તેમના ગુડ મોનીગના મેસેજ આવવાની શરૂઆત થઈ ગઈ છે.