ગુજરાત ચેમ્બરમાં હોદ્દેદારોની નિમણૂક કરાઈ : પથિક પટવારી સેક્રેટરી અને વૈષ્ણવ રિજિયોનલ સેક્રટરી
અમદાવાદ, ભારે વિવાદો બાદ યોજાયેલી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ની ચૂંટણીમાં વિજય બનેલા ઉમેદવારોને જવાબદારી સોંપવામાં આવી હતી.,જેમાં પથિક પટવારીને સેક્રેટરી, રાજકોટના વી પી વૈષ્ણવને રિજિયોનલ સેક્રેટરી તથા સચિન પટેલને ટ્રેઝરર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત ચેમ્બરની જુદી-જુદી કમિટીના વડા તથા તેમની ટીમની નિમણૂક આગામી દિવસોમાં કરવામાં આવશે તેમ હોદ્દેદારો જણાવી રહ્યા છે.જોકે મહત્વની કમિટીની જવાબદારી ચોક્કસ લોકોને આપવાની હોય તેમને તેના માટે તૈયારી રાખવા માટેની સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે. ગુજરાતના વ્યાપાર જગત નું પ્રતિનિધિત્વ કરતી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના નવા હોદ્દેદારોમા પ્રમુખ તરીકે નટુભાઈ પટેલ સિનિયર ઉપપ્રમુખ તરીકે હેમંત હતા તથા ઉપપ્રમુખ તરીકે કે આઈ પટેલે કેમ બની પ્રથમ મિટિંગમાં કાર્યભાર સંભાળી લીધો હતો ત્યારે હવે અન્ય મહત્ત્વના હોદ્દાઓ માટે ની જવાબદારી શુક્રવારે મળેલી ચેમ્બરના સભ્યોની બેઠકમાં જે તે સભ્યોને સોંપવામાં આવી હતી.
સૌ ની અપેક્ષા મુજબ જ હોદ્દેદારોની નિમણૂક થઇ હતી. જેમાં સેક્રેટરી તરીકે પથિક પટવારી રિજિયોનલ સેક્રેટરી તરીકે રાજકોટ ચેમ્બરના વિ પી વૈષ્ણવ તથા ટ્રેઝરર તરીકે સચિન પટેલની નિમણૂંક કરવામાં આવી છે. આ ઉપરાંત ચેમ્બર ની જુદી-જુદી કમિટીઓ માટે ના હોદ્દેદારોની નિમણૂક આગામી સમયમાં કરવામાં આવશે. જો કે ગત વર્ષે બે નવી કમિટી નો ઉમેરો કરવામાં આવ્યો હતો તે આ વખતે કોઈ નવી કમિટીની ઉમેરો કે બાદબાકી કરવામાં આવે છે કે કેમ તે આગામી સમય બતાવશે.SSS