ગુજરાત GST વિભાગનો સપાટોઃ ૩૦૪ કરોડનું બોગસ ઈ-વે બિલ કૌભાંડ ઝડપાયું
(પ્રતિનિધિ)અમદાવાદ,ગુજરાતી જીએસટી વિભાગે રાજ્યમાં જુદા જુદા સ્થળોએ સપાટો બોલાવી દીધો લગભગ, રૂા.૩૦૪ કરોડનું બોગસ ઈ-વે બિલ કૌભાંડ ઝડપી પાડ્યું છે.
સૌરાષ્ટ્ર સહિત રાજ્યનાં ૩૫ સ્થળોએ જીએસટી વિભાગની જુદી જુદી ટીમોએ દરોડા પાડીને કૌભાંડ મુખ્ય સૂત્રધારને જૂનાગઢથી ઝડપી પાડ્યો છે. સંજય બાબુ મસરુની અટકાયત કરવામાં આવી છે. ખોટા બિલ બનાવીને ૧૫.૨૧ કરોડ રૂપિયાની ટેક્ષની ચોરી કરતા હોવાની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.