ગુજરાત ટાઈટન્સની ટીમને પ્રાઈસમની પેટે ૨૦ કરોડ મળ્યા

ઉપ વિજેતા રાજસ્થાન રોયલ્સને ૧૨.૫ કરોડ જ્યારે ત્રીજા નંબરની રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને ૭ કરોડ મળ્યા
અમદાવાદ, હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપવાળી ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને ૭ વિકેટથી હરાવીને આઈપીએલ ૨૦૨૨નો ખિતાબ પોતાના નામે કર્યો છે. રાજસ્થાન રોયલ્સ દ્વારા રાખવામાં આવેલા ૧૩૧ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સની ટીમે ૧૮.૧ ઓવરમાં ૩ વિકેટના નુકસાન પર ૧૩૩ રન બનાવીને ફાઈનલ મુકાબલો પોતાના નામે કરી લીધો હતો.
કેપ્ટન હાર્દિક પંડ્યાને તેના ઓલરાઉન્ડ પ્રદર્શનના કારણે મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો. હાર્દિક પહેલા બોલિંગમાં ૩ વિકેટ બાદ બેટિંગમાં પણ ૩૪ રનની ઈનિંગ રમ્યો હતો.પોતાની ડેબ્યુ સીઝનમાં જ જીત નોંધાવનારી હાર્દિક પંડ્યા એન્ડ કંપનીને ચમકદાર ટ્રોફીની સાથે પ્રાઈઝ મની તરીકે ૨૦ કરોડ રૂપિયા મળ્યા છે.
ઉપ વિજેતા રાજસ્થાન રોયલ્સને ૧૨.૫ કરોડ જ્યારે ત્રીજા નંબરે રહેનારી રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને ૭ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. ચોથા નંબરે આવનારી લખનૌ સુપર જાયન્ટ્સને ૬.૫ કરોડ રૂપિયા મળ્યા છે. હાર્દિક પંડ્યાએ ૈંઁન્માં પહેલી વખત કેપ્ટનશિપ કરવાની સાથે ટીમને ચેમ્પિયન બનાવી છે.
મેચની વાત કરીએ તો સ્કોરિંગ ફાઈનલ મુકાબલામાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજૂ સૈમસને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો ર્નિણય લીધો હતો. રાજસ્થાનની ટીમ ધાર્યું પ્રદર્શન ન કરી શકી અને ૯ વિકેટમાં ૧૩૦ રન જ બનાવી શકી. ટીમ તરફથી ઓપનર જાેસ બટલર સૌથી વધારે ૩૯ રનની ઈનિંગ રમ્યા.
ગુજરાત તરફથી હાર્દિક પંડ્યાએ સૌથી વધારે ૩ વિકેટ લીધી. સ્પિનર સાઈ કિશોરના ખાતામાં ૨ વિકેટ ગઈ. મોહમ્મદ શમી, યશ દયાલ અને લોકી ફર્ગ્યુસનની ઝોળીમાં ૧-૧ વિકેટ ગઈ.SS3KP