Western Times News

Gujarati News

ગુજરાત નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોને મળી મોટી સફળતા-૨૦ કરોડના કોકેઈન સાથે એકની ધરપકડ

પ્રતિકાત્મક

ઝડપાયેલો ૩૮ વર્ષિય ટેરિક પિલ્લાઇ દક્ષિણ આફ્રિકાનો પાસપોર્ટ ધરાવે છે, અને તે દોહાથી ભારત આવતો હતો

અમદાવાદ,  ગુજરાતનાં નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી) એ અમદાવાદ એરપોર્ટમાંથી ૪.૨ કિલો કોકેઇન સાથે એક વિદેશી નાગરિકને ધરપકડ કરી છે, આ શખશની ઓળખ ટેરીક પિલ્લાઈ તરીકે થઇ છે, એનસીબીએ ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટમાંથી કોકેઇનનાં જથ્થા સાથે પિલ્લાઈને ઝડપી લીધો છે.

આ કોકેઇનની કિંમત આંતરરાષ્ટ્રીય બજાર ભાવ પ્રમાણે ૨૦ કરોડ રૂપિયા જેટલી થાય છે. હાલ પોલીસે તેની વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે, ૩૮ વર્ષિય પિલ્લાઇ દક્ષિણ આફ્રિકાનો પાસપોર્ટ ધરાવે છે, અને તે દોહાથી ભારત આવતો હતો, નશાકારક દ્વવ્યોની તસ્કરીને રોકવા માટે સતત પ્રયત્નશીલ એનસીબીની આ મોટી સફળતા છે.

આફ્રિકન ડ્રગ પેડલર ડેરિક પિલ્લાઈ કોકેઈનના જથ્થા સાથે એનસીબીની ટીમે અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી લીધા બાદ હવે દેશ અને વિદેશમાં ચાલી રહેલી ડ્રગ તસ્કરી અંગે પોલીસને વધુ માહિતી મળી શકશે અને ભવિષ્યમાં આ સમગ્ર રેકેટનો પર્દાફાશ થશે, દ્ગડ્ઢઁજી એક્ટ મુજબ આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા અને ૨ લાખનો દંડ થઇ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.