ગુજરાત નૌસેના ક્ષેત્ર એ ઉજવ્યો વિશ્વ પર્યાવરણ દિવસ
અમદાવાદ, ગુજરાત નૌસેના ક્ષેત્ર ના નેવલ બેઝ, પોરબંદર અને ઓખા માં 05 જુન 19 ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પર્યાવરણ દિવસના ભાગરૂપે ગુજરાત નૌસેના ક્ષેત્ર હેઠળ વિવિધ એકમોમાં નૌસેના અને ડીએસસી કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણ દરમિયાન દરેકને પાણી અને વિજળીના સંરક્ષણ વિશે જાણકારી આપવામાં આવી હતી. કર્મચારીઓને ચિંતાજનક દર થી વાતાવરણ ને દુષિત કરતા માનવ નિર્મિત કેમિકલ્સ ની આપણા ગ્રહની આબોહવા પર પડતી અસર વિશે સંવેદના કરવામાં આવી હતી.
વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે ઉજવણીના ભાગ રૂપે બંદર વિસ્તાર / વોટરફ્રન્ટ, સામાન્ય વિસ્તારો, ખુલ્લી જગ્યાઓ અને બગીચાઓની સાફ સફાઈ માટે એક સામૂહિક સફાઇ અભિયાન પણ યોજવામાં આવ્યું હતું. પોરબંદર અને ઓખામાં નેવલ બેઝ ખાતે યોજાયેલા પીયુસી કેમ્પ માં વાહનોની પીયુસી તપાસ પણ હાથ ધરવામાં આવી હતી.