ગુજરાત નૌસેના ક્ષેત્ર ખાતે વિશ્વ હાઇડ્રોગ્રાફી દિવસ ઉજવ્યો
અમદાવાદ, શનિવાર ભારતીય નૌસેના ના આઈ.એન.એસ. સતલજ ની પોરબંદર ની મુલાકાત સાથે 21 જૂન 19 ના રોજ પોરબંદર ખાતે ગુજરાત નૌસેના ક્ષેત્ર દ્વારા વિશ્વ હાઇડ્રોગ્રાફી દિવસ 2019 ઉજવ્યો હતો. આઈ.એન.એસ. સતલજ એક હાઇડ્રોગ્રાફી સર્વેક્ષણ જહાજ છે. આ પ્રસંગે જહાજને મુલાકાતીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને પોરબંદરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ ની આ જહાજની શૈક્ષણિક મુલાકાત પણ યોજવામાં આવી હતી.
વિશ્વ હાઇડ્રોગ્રાફી દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે જહાજ પર એક ઔપચારિક સમારોહ પણ યોજવામાં આવ્યો હતો. ગુજરાત નૌસેના ક્ષેત્ર ના ફ્લેગ ઑફિસર કમાન્ડિંગ આ કાર્યક્રમ માં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર જિલ્લામાં સ્થિત વિવિધ સરકારી અને લશ્કરી સંસ્થાઓના વડાઓએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
21 જૂનના રોજ દર વર્ષે વિશ્વ હાઇડ્રોગ્રાફી દિવસ ઉજવવામાં આવે છે. વિશ્વ હાઇડ્રોગ્રાફી દિવસ ની ઉજવણી માટે પસંદ કરાયેલ તારીખ આંતરરાષ્ટ્રીય હાઈડ્રોગ્રાફિક સંગઠનની સ્થાપનાની વર્ષગાંઠ છે. વિશ્વ હાઇડ્રોગ્રાફી દિવસ ની ઉજવણી વહાણવટી માં હાઈડ્રૉગ્રાફીના ક્ષેત્ર એ ભજવેલી મહત્વપૂર્ણ ભૂમિકાની જનતાની જાગૃતિ વધારવા માટે વિશ્વભરના હાઈડ્રોગ્રાફર્સને એક તક આપે છે. વિશ્વ હાઇડ્રોગ્રાફી દિવસ 2019 “હાઇડ્રોગ્રાફિક ઇન્ફોર્મેશન ડ્રાઇવિંગ મરીન નોલેજ” થીમ ના તત્વજ્ઞાન સાથે ઉજવવામાં આવી રહ્યો છે.