ગુજરાત પર શિયર ઝોન સર્જાતા હવામાન વિભાગે ઓરેજ એલર્ટ આપ્યું
ગાંધીનગર, ગુજરાતમાં ફરી એકવાર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.. અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે.. ગુજરાત પર શિયર ઝોન સર્જાયું છે જેના લીધે આગામી ચાર દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગુલાબ વાવાઝોડું નબળું પડીને ડીપ્રેશનમાં પરિવર્તિત થયું છે.. જે આગળ વધીને લો પ્રેશર સિસ્ટમમાં ફેરવાઈ જશે.. આ સિસ્ટમ આગળ વધીને આગામી ૪૮ કલાકમાં ગુજરાત ઉપર પહોંચશે.
ગુજરાત પર ક્રિએટ થયેલા શિયર ઝોન અને લો પ્રેશરના કારણે આગામી ચાર દિવસ સારા વરસાદની સંભાવના છે.. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી ઓરેજન્ટ એલર્ટ આપ્યું છે.. અમદાવાદ સહિત મધ્ય, ઉત્તર અને દક્ષિણ અને સૌરાષ્ટ્ર ભાગમાં વરસાદ રહેવાની આગાહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની સંભાવના દર્શાવાઈ છે.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા મંગળવારે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં તોફાની વરસાદની આગાહી છે. આ સિવાય આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરુચ, તાપી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદ થવાની આગાહી છે.HS