Western Times News

Gujarati News

ગુજરાત પાસે પી.પી.ઇ. કીટ, માસ્ક વગેરેનો પૂરતો જથ્થો ઉપલબ્ધ – નાયબ મુખ્યમંત્રી

પુણે સ્થિત ઓમકાર હેલ્થકેર એન્ટરપ્રાઇઝ દ્વારા ૩૦૦૦ પી.પી.ઇ. કીટ તથા ૨૦૦૦ લીટર સેનેટાઇઝર અપાયા

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, કેન્દ્રના ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહના સહયોગથી ગુજરાતને આજે ૩૦૦૦ પી.પી.ઇ.કીટ અને ૨૦૦૦ લીટર સેનેટાઇઝરનો જથ્થો ઉપલબ્ધ થયો છે.  કોવિડ-૧૯ મહામારીએ વિશ્વ આખાને ભરડામાં લીધું છે ત્યારે તેનો મક્કમ પ્રતિકાર કરવા રાજ્ય પ્રશાસન સર્વગ્રાહી પગલાં લઇ રહ્યું છે. દેશના વડાપ્રધાન તથા કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહે અન્ય રાજ્યોની જેમ ગુજરાતની પણ કાળજી લઇને કોરોનાની મહામારી સામે માર્ગદર્શન ઉપરાંત સંશાધનોનો તમામ સહયોગ આપી રહ્યા છે. શ્રી અમિતભાઇ શાહના સૂચનથી પુણે સ્થિત ઓમકાર હેલ્થકેર એન્ટરપ્રાઇઝ દ્વારા ૩૦૦૦ પી.પી.ઇ. કીટ તથા ૨૦૦૦ લીટર સેનેટાઇઝરનો જથ્થો આજે ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લી.ને અપાયો હતો.

અમદાવાદના જી.આઇ.ડી.સી.- ૨માં ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લી.ના નરોડા સ્થિત વેરહાઉસમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે આ જથ્થાને સ્વીકાર્યો હતો.  શ્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાની સારવાર કરતા તબીબો, નર્સિંગ સ્ટાફ તથા પેરામેડિકલ સ્ટાફને ચેપથી બચાવવા રાજ્ય સરકારે પી.પી.ઇ. કીટ તેમજ સેનીટાઇઝર, માસ્ક તથા ગ્લોવ્ઝ વગેરે પૂરતી સંખ્યામાં ઉપલબ્ધ રાખ્યા છે. પી.પી.ઇ.કીટનો રોજે રોજ મોટી સંખ્યામાં વપરાશ થઇ રહ્યો છે ત્યારે રાજ્યના ઔદ્યોગિક એકમો પણ સહયોગના ભાગરૂપે પી.પી.ઇ. કીટ વગેરે ઉપલબ્ધ કરે છે તે અનુકરણીય બાબત છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજ્યનું આરોગ્ય તંત્ર આ રોગની મહામારી સામે મક્કમ પણે પડકાર ઝીલી રહ્યું છે.

શ્રી પટેલે જણાવ્યું હતું કે, ભારત સરકારે લેબોરેટરીઓમાં ટેસ્ટ સેમ્પલથી માંડીને તમામ મંજૂરીઓ ગુજરાતને આપી છે. આરોગ્ય વિભાગ પાસે ૨લાખ પી.પી.ઇ. કીટનો જથ્થો ઉપલબ્ધ છે તે જ રીતે એન-૯૫ અને અન્ય રક્ષાત્મક સાધનો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે ત્યારે કોરોનાની સારવાર કરતાં તબીબો, નર્સિંગ સ્ટાફ અને પેરામેડિકલ સ્ટાફ નિર્ભયપણે આવા દર્દીઓની સારવાર કરી શકે છે. આ પ્રસંગે સચિવ શ્રી હારિત શુક્લ,

અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર ગુજરાતમાં ૧૧ ડેપો ધરાવતા આ કોર્પોરેશનમાં દવા અને સર્જિકલ સાધનો ખરીદવામાં આવે છે અને સમગ્ર રાજ્ય સરકારની હોસ્પિટલોમાં જરૂરીયાત મુજબ સપ્લાય કરવામાં આવે છે. આ પ્રસંગે આ પ્રસંગે સચિવ શ્રી હારિત શુક્લ, કોર્પોરેશનના એમ.ડી. શ્રી સુમન રત્નમ તથા ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.